જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૭માં પથ્થરમારાની ૧૨૬૧ બનાવો બન્યા : પુલવામા મોખરે

0
135

શ્રીનગર,
તા.૧૧/૦૩/૨૦૧૮

ખીણમાં છેલ્લા ત્રણ વર્ષમાં પથ્થરમારાના ૪૭૩૬ બનાવોમાં સુરક્ષા દળોના ૧૧૫૬૬ લોકો ઘવાયા હતા

જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ ૨૦૧૭માં પથ્થરમારાની કુલ ૧૨૬૧ ઘટનાઓ બની હતી જેમાં સૌથી વધુ હિઝબુલ મુજાહેદીનના કમાન્ડર બુરહાન વાનીના વિસ્તાર પુલવામામાં સૌથી વધુ કેસો નોંધાયા હતા અને ત્યાર પછી હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ ગીલાનીના વિસ્તાર સોપોરમાં નોંધાયા હતા. પુલવામામાં પથ્થરમારાના કુલ ૯૧ જ્યારે સોપોરમાં ૭૧ કેસો નોંધાયા હતા, એમ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક દસ્તાવેજ દ્વારા જાણવા મળેલું. વર્ષ ૨૦૧૬માં બુરહાન વાનીની હત્યા પછી ઊભી થયેલી પરિસ્થતિમાં સોપોરમાં પથ્થરમારાના વિક્રમી ૫૦૦ બનાવો બન્યા હતા.આ અંગેની વધુ વિગતો આપતા ગૃહ વિભાગે કÌšં હતું કે વર્ષ ૨૦૧૫માં ૭૩૦ અને વર્ષ ૨૦૧૭માં ૨૮૦૮ની સામે વર્ષ ૨૦૧૭માં સોપોરમાં પથ્થરમારાના૧૨૬૧ બનાવો બન્યા હતા.

વર્ષ ૨૦૧૭માં જિલ્લા પ્રમાણે પથ્થરમારાની ઘટનાઓમાં સૌથી વધુ ૨૩૦ શ્રીનગરમાં અને ત્યાર પછી પુલવામાં ૧૩૧, બારામુલામાં ૧૨૯, બડગામમાં ૯૮, શોપિયાનમાં ૬૭, અનંતનાગમાં ૬૩. કુલગામમાં ૫૦ અને કુપવાડામાં ૪૭ બનાવો બન્યા હતા. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની બનેલી ૮૫૫ કુલ ઘટનાઓમાં સેન્ટ્રલ કાશ્મીરમાં સૌથી વધુ ૩૬૪ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. ત્યાર પછી દક્ષિણ કાશ્મીરમાં ૩૧૧ કેસ ૨૩ પોલીસ સ્ટેશનનોમાં અને ઉત્તર કાશ્મીરના ૨૮ પોલીસ સ્ટેશનોમાં ૨૧૦ કેસો નોંધાયા હતા. બુરહાન વાનીના પાડોશી જિલ્લા શોપિયાનમાં વર્ષ ૨૦૧૭માં ૪૦ અને બડગામમાં ૨૭ તેમજ પરિમપોર (શ્રીનગરમાં) ૨૭ કેસો નોંધાયા હતા. આ તમામ કેસોમાં ૨૭૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે વર્ષ ૨૦૧૬માં ૮૫૭૦ લોકો પકડાયા હતા. પથ્થરમારાના ૮૫૭૦ બનાવોમાં સુરક્ષા દળોના લ૧૧૫૬૬ લોકો ઘવાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY