કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે?,યેદિયુરપ્પાએ ચાલુ કર્યા હોમ હવન!

0
21

બેંગ્લુરુ,તા.૨૬
આને અંધવિશ્વાસ કહેવો કે સાચી ભાવના, પરંતુ ધાર્મિક રીત-રિવાજ ભારતીય રાજકારણથી કયારેય દૂર રહી શકતું નથી, ખાસ કરીને વાત જા કર્ણાટકની હોય તો. ભલે અહીં ભાજપ સરકાર બનતા અંતિમ ક્ષણે ચૂકી ગયું હોય, પરંતુ હાલમાં રાજ્યમાં ચાલી રહેલ ઉથલપાથલને જાતા ભાજપ અને તેના નેતા એક વખત ફરીથી સત્તામાં વાપસીના સપનાં જાવા લાગ્યા છે. તેના લીધે જ ભાજપ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા હાલ યજ્ઞનું આયોજન કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે તેના દ્વારા ટૂંક સમયમાં જ રાજ્યમાં તેમની સરકાર બનશે.
યેદિયુરપ્પા પોતાના દીકરા બીવાઈ રાઘવેન્દ્ર અને બીવાઈ વિજયેન્દ્રની સાથે મળી એક ગુપ્ત યજ્ઞ-મહારૂદ્ર યજ્ઞ કરી રહ્યાં છે. આધ્યાત્મક દ્રષ્ટિથી જઓઇએ તો આ યજ્ઞનો મતલબ દુનિયામાં પોતાની સ્થિતિને ‘મજબૂત’ કરવા માટે હોય છે, પરંતુ ભાજપ યેદિયુરપ્પાને સત્તામાં લાવવા માટે અનુષ્ઠાન પર જાર આપી રહી છે.
ભાજપના એક કાર્યકર્તાએ યેદિયુરપ્પાના આ ધાર્મિક કર્મકાંડની પાછળ એકમાત્ર કારણ સત્તા વાપસી બતાવ્યું છે. તેમણે કહ્યુ કે યેદિયુરપ્પા અને તેમના સમર્થકોને વિશ્વાસ છે કે મહારૂદ્ર યજ્ઞથી ગઠબંધનની સરકાર તૂટશે અને તેનાથી તેમની સ્થિતિ મજબૂત થશે જે સત્તામાં વાપસી માટે મદદ કરશે.
સૂત્રોના મતે યેદિયુરપ્પાએ શરૂઆતના બે દિવસ બંધ દરવાજા પાછળ યજ્ઞ કર્યો. ત્યારબાદ ઉદુપી દિલ્લાના કૌપ તાલુકામાં કુઠયાર ગ્રામ પંચાયત સ્થિત એક મઠમાં યજ્ઞ કર્યો. સૂત્રોના મતે બે દિવસની અંદર યજ્ઞ સંપન્ન થશે. આ દિવસ ૨૭મી જુલાઇ પણ હોઇ શકે છે જે પૂર્ણ ચંદ્રગ્રહણ છે.
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે કર્ણાટકમાં એક જનધારણા છે કે પૂર્ણ ચંદ્રગ્રહણ સત્તામાં બેઠેલા લોકો માટે અપશુકનિયાળ લાવે છે. એક બીજી પાર્ટીના સભ્ય એ કહ્યુ કે યેદિયુરપ્પા આ વાતને મગજમાં રાખી યજ્ઞ કરી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY