કરજણ ડેમ પાણીની સપાટી રુલ લેવલને પાર થતા હાઈ એલર્ટ

0
65

ખેડૂતોની માંગો વધતા શુક્રવારથી કેનાલોમાં પાણી છોડવામાં આવે એવી વકી

રાજપીપળા : નર્મદા જિલ્લા માં આવેલ કરજણ ડેમ જે ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન છે, અને રાજ્યમાં તમામ ડેમોની પરિસ્થિતિ જોઈએ આ ડેમ 90.29 % ભરેલો છે જે સૌથી વધુ પાણી આ ડેમમાં છે એમ કહી શકાય ત્યારે રુલ લેવલ કરતા પણ સપાટી ઉંચી જતા હાલ નર્મદા બંધ ડેન્જર લેવલ પર મુકાયો છે. હાલ ડેમ ની સપાટી 113.44 મીટર પર પહોંચતા હાલ ખેડૂતો માટે સારા સમાચાર છે કે આજે ડેમ નું રુલ લેવલ 114.50 મીટર છે જે રુલ લેવલ પાર કરી ડેમ ડેમ 90.29 ટકા ભરાય ગયો છે જેને કારણે આજે વહીવટી તંત્ર ને પણ એલર્ટ કરવા આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ ડેમમાં આટલું પાણી ભરેલું છે જે આગામી ઉનાળામાં ખેડૂતોમાટે આશીર્વાદ રૂપ બનશે હાલ કરજણ કેનાલોના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે અને ખેડૂતોની માંગને આધારે ડેમમાંથી જમણા કાંઠા અને ડાબા કાંઠા બંને સખા કેનાલોમાં પાણી શુક્રવારથી છોડવામાં આવશે જેમ જેમ માંગ વધશે તેમ તેમ છોડવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY