સાંસદો પણ રોગચાળાના ભરડામાં,રંજનબેન સહિત ભાજપના નેતાઓ બીમાર પડ્યા

0
8

વડોદરા,તા.૨૭
શહેરમાં રોગચાળાએ ભયંકર માથુ ઉચક્્યું છે. સામાન્ય પ્રજાની સાથે ખુદ રાજકીય નેતાઓ પણ રોગચાળાની ચપેટમાં આવ્યા છે જેના પગલે કોર્પોરેશનની આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ ક્્યા પ્રકારની કામગીરી કરી રહ્યું છે.
વડોદરામાં ચિકનગુનિયા, ડેન્ગયુ, સ્વાઈન ફલૂ અને મલેરિયા જેવા રોગો ઘરે ઘરે ફેલાયા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપના ૭ મહિલા કોર્પોરેટરો પણ બીમાર પડ્યા છે. ત્યારે મનપાની આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં આવી એક એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગે રોજે રોજ ૧૭૦૦૦ ઘરોમાં સર્વેની કામગીરી ઉપરાંત ફોગીગનો લક્ષ્યાંક રાખ્યો છે.
તો ૯૫૬ જેટલા અધિકારીઓની ટીમ તૈયાર કરી છે. મનપાના આરોગ્ય અધિકારી રોગચાળાને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરી રહ્યા હોવાના દાવા કરી રહ્યા છે.
મનપાની આરોગ્ય વિભાગની કામગીરી સામે સ્થાનિકો રોષ વ્યકત કરી રહ્યા છે. શહેરના પેન્ટર તાનાજીની ગલી વિસ્તારમાં લોકોના ઘરે ઘરે બીમારી ફેલાઈ છે જેના કારણે લોકો આરોગ્ય વિભાગની કામગીરીથી અસંતુષ્ટ છે. તો કોગ્રેસ મનપાનો એક્શન પ્લાન માત્ર કાગળ પર જ હોવાનો આરોપ લગાવી રહી છે.
વડોદરામાં છેલ્લા અઠવાડિયાથી સતત વિવિધ રોગના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જાકે તત્ર સબ સલામતના દવા કરે કરે છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે વડોદરા મહાનગરપાલિકાએ ૨૫૦ જેટલી ફાયલેરીયાની બહેનોને છુટ્ટી કરી છે જે જગ્યાઓ આજે પણ ભરવામાં આવી નથી. જેના કારણે ફિલ્ડમાં જે કામગીરી કરવાની છે તે થઇ શક્તિ નથી. જેના કારણે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે અને વડોદરામાં દિનપ્રતિદિન રોગચાળો વધી રહ્યો છે.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રોગચાળાના આંકડા
– સ્વાઈન ફલૂ- ૨૨ કેસો, ૪ મોત
– મલેરિયા- ૪૩૬ કેસો
– ડેન્ગયુ- ૨૨૩ કેસો
– ચિકનગુનિયા- ૧૪૭ કેસો

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY