સુરતના યુવકો ચાર પરિવારોને સહાય આપવા બુલેટ પર પહોચ્યા

0
14

મેરઠથી ઉધમસિંહનગર સુધી બુલેટ પર સવારી કરવી પડી
સુરત, તા.૨
સુરત રોટ્રેક્ટ ક્લબના વિપુલભાઈ પાનશેરીયા, કિરીટભાઈ પટેલ તથા સંજયભાઈ યુવા મિત્રોએ ઉત્તરપ્રદેશ મેરઠથી બુલેટ લઈને દહેરાદુન, ઉત્તરકાશી તથા ઉધમસિંગનગરની મુલાકાત લઈ ચાર વીર શહીદ જવાનોના પરિવારોને સુરત વતી વંદના કરી એક એક લાખ રૂપિયાની રાશિ અર્પણ કરી છે.
૧૭ ફેબ્રુઆરીના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત સમૂહ લગનેત્સવમાં સંસ્થા તરફથી શહીદ જવાનોના પરિવારને સહાય માટે અપીલ કરી હતી. તે અપીલના માનમાં કુલ ૬૪ લાખ રૂપિયા દાન નોધાયું હતું. ત્યાર પછી પણ માત્ર બે મહિનામાં જય જવાન નાગરિક સમિતિને રૂ.૨૦ લાખથી વધુનું દાન મળેલ છે. સુરતની જનતાની રાષ્ટ્રભાવનાની નોધ સાથે કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, પુલવામામાં ૪૪ જવાનોના પરિવારોને એક એક લાખ તતા તે સિવાયના બીજા ૨૨ શહીદ જવાનોના પરિવારોને આગામી તા.૧૨-૪-૨૦૧૯ રવિવારે સુરત ખાતે તેડાવયા છે. તેઅોને બે-બે લાખની આર્થિક સહાય અને સન્માન અર્પણ થશે. આમ સુરતની જનતાએ વિશ્વાસ મુકી જે રકમ જય જવાન નાગરિક સમિતિને આપી છે. તે વીર શહીદોના પરિવારો સુધી પહોચાડવાનું ભગીરથ કાર્ય થયું છે. છેલ્લા ૨૦ વર્ષથી જય જવાન નાગરિક સમિતિ સુરતની પ્રવૃત્તિને કારણે લોકોમાં અને યુવાધનમાં અનોખી રાષ્ટ્રીય ચેતના દેખાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY