ન્યુ દિલ્હી,તા.૨૭
અમેરિકાના ફેડરલ રિઝર્વે ૦.૨૫ ટકા પોલિસી રેટ વધારતા અમેરિકન બજારોનું સેન્ટિમેન્ટ બગડી ગયું હતું. ફેડ રિઝર્વના દર હવે એપ્રિલ-૨૦૦૮ના સ્તરે પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ વખત ફેડ રિઝર્વના દર વધ્યા છે. ડિસેમ્બર-૨૦૧૫થી અત્યાર સુધીમાં આઠમી વખતે ફેડ રેટમાં વધારો કરવામાં આવ્યો છે.
ફેડ ફંડ રેટ્સનો દાયરો વધીને ૨-૨.૨૫ ટકા થઇ ગયો છે. ફેડરલ રિઝર્વે પોલિસીમાંથી ACCOMMODATIVE શબ્દ હટાવી દીદો છે. જાકે ફેડ રિઝર્વના ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે આ શબ્દ હટાવવાનો એ અર્થ થતો નથી કે હવે દર નહીં વધે.
FORMએ વર્ષના અંત સુધીમાં વધુ એક વખત વધારો કરવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટ વધારવા સામે નારાજગી વ્યક્ત કરી હોવા છતાં આજે ફરીથી પોલિસી રેટ વધારવામાં આવ્યા છે, જેના પગલે તે ટ્રમ્પની ટીકાનો ભોગ બનશે.
ફેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇન્ફ્લેશનમાં વધારો થવાની શક્યતા નથી. સાથે-સાથે યુએસ ફેડે ઇકોનોમિક આઉટલુક પણ વધાર્યું છે. ૨૦૧૮ માટે અનુમાન ૨.૮ ટકાથી વધારીને ૩.૧ ટકા કર્યું છે. ૨૦૧૯ માટે અનુમાન ૨.૪ ટકાથી વધારીને ૨.૫ ટકા કર્યું છે. ૨૦૨૦ માટે જીડીપી અનુમાન બે ટકા પર કાયમ રાખવામાં આવ્યું છે.
ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની પ્રેસ કોન્ફરન્સ બાદ અમેરિકન બજારમાં ઘટાડો જાવા મળ્યો હતો. ખાસ કરીને બેન્ક શેર પીટાઇ જતા ડાઉ જાન્સ નબળો પડ્યો હતો. બુધવારે ટ્રેડિંગ સેશનમાં ડાઉ જાન્સ ૧૦૭ પોઇન્ટ એટલે કે ૦.૪ ટકા ઘટીને ૨૬,૩૮૫ની સપાટીએ બંધ થયો છે. એસએન્ડપી-૫૦૦ અને નાસ્ડેક પણ નબળા પડીને બંધ થયા છે. ફેડ દર વધારવા છતાં યુએસ બોન્ડના યિલ્ડમાં ઘટાડો થયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



