ભાજપ પ્રમુખે કેરળમાં જનસભાને સંબોધતા સામ્યવાદી સરકાર પર કર્યા પ્રહાર

0
24

સુપ્રિમનાં આદેશનાં નામે ભગવાન અયપ્પાનાં ભક્તોને કચડવાનું બંધ કરો : અમિત શાહ
તીરૂવનંથપુરમ,તા.૨૭
ભાજપ પ્રમુખ અમિત શાહે કેરળમાં જનસભાને સંબોધી હતી અને કેરળનાં સામ્યવાદી સરકાર પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, કેરળમાં આજે લોકો ધાર્મિક માન્યતા અને રાજ્ય સરકારની ક્રુરતા વચ્ચે પિસાઇ રહી છે. કેરળનાં ડાબેરી સરકારે સબરીમાલા મંદિરના ઇશ્યુનો દુરઉપયોગ કર્યો છે અને ભાજપ અને આર.એસ.એસનાં કાર્યકરોને ટાર્ગેટ કર્યા છે. આ આસ્થા માટેનો સંઘર્ષ છે”.
સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.
સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.
સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરનારા લોકો મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છતિ મહિલાઓને બહારથી જ કાઢી મૂકે છે. અંદર જવા દેતા નથી. કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.
કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે. એમાંય મુદ્દો ધર્મનો છો એટલે ભાવતું મળી ગયું છે. મંદિર પ્રવેશ માટે વિરોધ કરી રહેલા ૨,૮૦૦ જેટલા લોકોને કેરળની સરકારે ધરપકડ કરી છે.
અમિત શાહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશનાં નામે ભગવાન અયપ્પાનાં ભક્તોને કચડવાનું બંધ કરો. હું કેરળની સામ્યવાદી સરકારને ચેતવણી આપું છું. સામ્યવાદીઓ કેરળમાં મંદિરોની પવિત્રતાને નષ્ટ કરવા માંગે છે. આ તેમનું કાવત્રુ છે. પણ ભાજપ ભક્તોની સાથે છે. દેશમાં ઘણાય એવા મંદિરો છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY