ગાંધીનગરમાં શંકરસિંહનું સ્નેહમિલનના નામે શક્તિપ્રદર્શન
ગુજરાત પર ૨.૫ લાખ કરોડ દેવું,ખેડૂતો માટે આ સરકાર કંઈ નથી કરતી
ગાંધીનગર,તા.૨૪
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્નેહ સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો સ્નેહ સંમેલનમાં જાડાયા હતા. NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. સ્નેહમિલન પહેલા રવિશંકર મહારાજની પ્રતિમાને ફુલહાર કર્યુ હતું. ત્યાર બાદ બાપુ રેલી સ્વરૂપે સભાના સ્થાને પહોંચ્યા હતા. જાકે શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલનમાં પુત્ર મહેન્દ્રસિંહ હાજર રહ્યા નહોતા.
બાપુ રેલી સ્વરૂપે સભા સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તીર કામઠું આપીને આદિવાસી સમાજે શંકરસિંહનું સ્વાગત કર્યું હતું. ઠાકોર સમાજના લોકોએ પણ શંકરસિંહનું સ્વાગત કર્યું હતું. પટેલ સમાજે ટ્રેક્ટર આપીને સ્વાગત કર્યું હતું. રબારી સમાજ અને ભરવાડ સમાજે શંકરસિંહનું સ્વાગત કર્યું હતું. જ્યારે રાજપૂત કરણી સેનાએ શંકરસિંહ વાઘેલાનું સન્માન કર્યુ હતું. શંકરસિંહ વાઘેલાએ સ્નેહમિલન સમારોહમાં સંબોધન કર્યું હતું. જેમાં બાપુએ કહ્યું કે, સાચા અર્થમાં આ સ્નેહમિલન છે. દિવાળી બાદ બધા મળવા માગતા હતા.
વાઘેલાએ કહ્યું હતું કે, સહકારી માળખુ અને દ્ગર્ય્ં જાહેર જીવનમાં હોય છે. જાહેર જીવનમાં મહત્વકાંક્ષા સ્વાભાવિક હોય છે. મારા ૫૦ વર્ષના જાહેર જીવનમાં ૨૫ વર્ષ બીજેપીમાં રહ્યો છું. આપણે સારા સામાજિક લોકો ઉભા રાખ્યા. સત્તા આવ્યા પછી પ્રેમ લાગણી ન ગમે તો ઘરમા જ કાવતરા થાય છે. એક બાજુ સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી રહી છે. બીજી બાજુ ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.ભાજપ કાવતરા ખોર પાર્ટી છે. સત્તા મળે તો બધુ હડપ કરી લે.
વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં નીચેથી ઉપર સુધીના સંબંધ છે. સોનિયાબેન, અહેમદભાઇ અને રાહુલ ગાંધી સાથે સારા સંબંધ છે. આટલા વર્ષમાં હું પક્ષ માટે જીવ્યો છું. ભાજપમાં તો હું ૧૦૦ ટકા પાર્ટી માટે જીવ્યો છું. કોંગ્રેસમાં તો ટેક્સટાઇલ મિનિસ્ટર રહ્યો હતો.
તેમણે કહ્યું કે, વ્હાલા દવલાની નીતિ ન હોવી જાઇએ. કોઇ માણસ મળવા આવે તો તેની વાત સાંભળવી જાઇએ. પાર્ટી ટુ પાર્ટીનું ફિક્સિંગ હંમેશા દુઃખ આપે છે. પાર્ટી ટૂ પાર્ટીના મેચફિક્સિંગથી દુઃખ થાય છે મારાથી ભાજપને જે ફાયદો થવાનો હતો એ ૨૫ વર્ષ પહેલા થઇ ગયો. મેં મારી જાત માટે ક્યારેય પૈસા નથી માગ્યા, મે ભાજપ-કોંગ્રેસ માટે પૈસા માગ્યા છે.
ભાજપ પર શંકરસિંહ વાઘેલાના પ્રહાર કરતા કહ્યું કે, સત્તા માટે ભાજપ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. સત્તાના લાલચી લોકોથી પ્રજા પરેશાન છે. ભાષણ નહીં લોકોને પરિણામ આપવા જાઇએ. લોકોને મૂર્ખ ન બનાવવા જાઇએ. વિધાનસભામાં જે કર્યુ એ લોકસભામાં પણ કરે છે.
ખોટા પ્રશ્નો ઉભા કરાવે અને વોક આઉટ કરાવે છે. વિરોધ પક્ષને બોલવાની તક ના મળે માટે તે ખોટા પ્રશ્નો ઉભા કરાવે છે. જૂનું સંસ્કારધામ અનંત યુનિ. થઇ ગયું, સંસ્કાર રિલાયન્સને વેચી માર્યા. રિઝર્વ બેંકને એની રીતે કામ કરવા દો. ગુજરાત ૨.૫ લાખ કરોડ દેવામાં આવી ગયું છે.
તેમણે કહ્યું કે, ભાજપ કાવતરાખોર પક્ષ છે. વચન આપવા અને વચનો પૂરા કરવા અલગ વાત છે. ૧૨ કરતા વધુ કરોડપતિઓ રૂપિયા લઈને ભાગી ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





