કમ્પ્યૂટરો પર દેખરેખ રાખવાનો મામલોઃ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ

0
26

ન્યુ દિલ્હી,તા.૨૪
દેશની ૧૦ મોટી સુરક્ષા એજન્સીઓને સમગ્ર દેશના કમ્પ્યુટરો પર દેખરેખ રાખવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ગૃહમંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને આ એજન્સીઓને કમ્પ્યુટરોના ડેટાની તપાસનો અધિકાર આપ્યો હતો.
ગૃહમંત્રાલયના આ નોટિફિકેશન વિરૂદ્વ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ૨૦ ડિસેમ્બરનો આ આદેશ ગેરકાનૂની, મૌલિક અધિકારોની વિરૂદ્વ અને બંધારણના વિપરીત છે. ગૃહમંત્રલાયે આ પ્રકારનો બ્લેન્ક સર્વેલન્સનો આદેશ જાહેરના કરી શકે અને ગોપનીયતાનો અધિકારની રોક લગાવવી જવું છે.
વકિલ મનોહર લાલ શર્માએ દાખલ કરવામાં આવેલી અરજીમાં નોટિફેકશન રદ કરવાની માગ કરી છે. સાથે આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર આ આદેશ જાહેર કરીને અગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ, સત્તાની વિરૂદ્વ વિચારનારને ચૂપ કરવાની કોશિશ કરી છે.
આ અણધારી કટોકટી છે અને આઝાદ ભારતમાં નાગરિકોને ગુલામ બનાવવા જેવું છે. સરકારે કોઈ પણ આવા મામલામાં કોઈ નાગરિકની વિરૂદ્વ કાર્યવાહી કરવાથી રોકવામાં આવે.જે દેશ એજન્સીઓને કમ્પ્યુટરો પર દેખરેખરાખવાની મંજૂરી આપી છે તેમાં CBI, IB, NIA જેવી દેશની મોટી સુરક્ષા એજન્સીઓ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY