સપ્ટેમ્બરમાં ૨૩૫ ખેડૂતની આત્મહત્યા
મુંબઈ,તા.૨૪
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિવિધ કારણોસર રાજયમાં ૨૩૫ ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી મહારાષ્ટ્ર સરકારે આપી હતી. વિધાનસભામાં આ અંગેની માહિતી મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે આપી હતી. જાન્યુઆરી ૨૦૦૧ અને આૅકટોબર ૨૦૧૮ વચ્ચે વિવિધ કારણોસર વિદર્ભના છ જિલ્લામાં ૧૫,૬૨૯ ખેડૂતે આત્મહત્યા કરી હતી. તે પૈકી ૭,૦૦૮ ખેડૂત વળતર માટે પાત્ર ઠરતા તેમને એક લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. દરમિયાન ૨૧૫ કેસ તપાસ માટે પેન્ડિંગ હોવાની માહિતી પાટીલે આપી હતી.
નાશિક જિલ્લામાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ૭૩ ખેડૂતની આત્મહત્યાના બનાવ બન્યા હતા, તેમાંથી ૧૭ પાત્ર ખેડૂતને નાણાકીય વળતર ચૂકવવામાં આવ્યું હતું.
કોલ્હાપુરમાં ૨૦૦૪થી ૨૦૧૮ દરમિયાન ૧૧૩ ખેડૂતે તેનું જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે મરાઠવાડામાં આ વર્ષે જાન્યુઆરી અને સપ્ટેબર વચ્ચે ૬૭૪ ખેડૂતે આત્મહત્યા કરી હતી અને તેમાંથી ૪૪૫ ખેડૂત વળતરના હકદાર હતા. દરમિયાન રાજ્યના ખેડૂતોને ખાદ્ય સુરક્ષા યોજના અને આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ આપવા અને આત્મહત્યા કરનાર ખેડૂતના બાળકોને મફતમાં શિક્ષણ આપવા અંગેનો નિર્દેશ સંબંધિત સત્તાવાળાઓને આપવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





