રેલવે સ્ટેશન પર બાળકી સાથે દુષ્કર્મના આરોપીના જામીન મંજૂર

0
9

પોલીસની એફીડેવીટમાં કોર્ટને વજુદ જણાયું નહીં
સુરત, તા.૧૬
સુરત રેલવે સ્ટેશન પર આવેલી ટીએક્સઆર ઓફિસમાં પાંચ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ ગુજારવાના એક કેસમાં રેલવે પોલીસની એફીડેવીટમાં કોઈ ખાસ પુરાવાઓ અને તથ્ય ન જાવા મળતા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આરોપીના જામીન મંજુર કર્યા હતા. આરોપી તરફે એડવોકેટ ઝમીર શેખે દલીલો કરી હતી.
આ કેસની વિગતો એવી છે કે ન્યુ બોમ્બે માર્કેટ શિવ મંદિર પાસે આવેલા રાજુ નગર ખાતે ગોપાલ નંદકિશોર પંડીત રહે છે. ગત મહિનાઓમાં રેલવે પ્લેટફોર્મ પર આવેલી ટીએક્સઆર ઓફિસમાં ૫ વર્ષની માસુમ બાળા સાથે ગોપાલ પંડીત દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સુરત રેલવે પોલીસે આઈપીસી ૩૫૪ (એ), અને ૩ (બી) તથા પોક્સોનો ગુનોï દાખલ કરી ૨૫/૫/૨૦૧૮ના રોજ તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.આરોપી તરફે એડવોકેટ ઝમીર શેખે જામીન અરજી રજૂ કરી હતી. આ જામીન અરજીમાં તેમણે દલીલ કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે. રેલવે સ્ટેશન પર હજારો લોકોની અવર જવર હોય છે. પરંતુ પોલીસïને એક પણ નજરે જાનાર સાક્ષી મળ્યો નથી. આ સાથે પોલીસે રજૂ કરેલી એફીડેવીટમાં પણ કોઈ ખાસ પુરાવો કે તથ્ય નથી. આરોપીને જામીન પર છોડવામાં આવે તો સાક્ષી પુરાવાઓ સાથે પણ કોઈ છેડછાડ કરશે નહીં. ૯માં એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજે આરોપી ગોપાલ પંડીતને ૧૫ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY