કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જોવા શિક્ષકો-વાલીઓને અનુરોધ કરતા શ્રી પંકજભાઇ દેસાઇ નડિયાદની સંતરામ ગર્લ્‍સ હાઇસ્‍કુલ અને ડી.ડી.ટેક્નીકલ હાઇસ્‍કુલ ખાતે ..

0
103

નડિયાદ – શનિવાર :: શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. આ અધિકારથી કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહેવા ન પામે તે માટે તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો હતો. આજે આ મહોત્‍સવ રાજયના મુખ્‍યમંત્રી         શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરક નેતૃત્‍વ હેઠળ આગળ વધી રહયો છે ત્‍યારે કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહેવા ન પામે તે જોવા શિક્ષકો-વાલીઓને વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ અનુરોધ કર્યો છે.

આજે નડિયાદ ખાતે શહેરી વિસ્‍તારના શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે સંતરામ ગર્લ્‍સ હાઇસ્‍કૂલ અને ડી.ડી.ટેક્નીકલ હાઇસ્‍કૂલ ખાતે ઘો-૧ના ૧૩ કુમાર અને ૪૫ કન્‍યાઓ મળી કુલ ૫૮ અને ઘો-૯માં ૨૩૦ કન્‍યાઓ જયારે ટેકનીકલ હાઇસ્‍કુલ ખાતે ઘો-૯માં ૧૩૪ કુમાર અને કન્‍યાઓને જયારે નડિયાદની તમામ આંગણવાડીના ૨૦૬ કુમાર અને ૨૨૨ કન્‍યાઓ મળી કુલ ૪૨૮ કુમાર-કન્‍યાઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્‍તકો આપીને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો.

શ્રી દેસાઇએ બાળકોનો સર્વાંગી વિકાસ શિક્ષણ થકી જ થતો હોવાથી શાળાએ શિક્ષણ અર્થે આવતું બાળક રોજ શાળાએ આવે અને કોઇપણ બાળક ઓછામાં ઓછું ઘો-૧૨ સુધી અભ્‍યાસ કર્યા સિવાય અધવચ્‍ચેથી શાળા છોડીને જતું ન રહે તે માટે શિક્ષકોને સતત પ્રયત્‍નશીલ રહેવા જણાવ્‍યું હતું.

તેમણે શિક્ષકોને બાળકોમાં શિક્ષણની સુસંસ્‍કારોનું સિચન કરવાની સાથે ઘડતર થાય તે જોવાનું સૂચવી જે બાળકો ભણવામાં નબળા હોય તેવા બાળકો પાછળ વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરી બાળક શિક્ષણમાં આગળ વધે તેવા પ્રયાસો શિક્ષકોએ કરવા પડશે તેમ કહયું હતું.

શ્રી દેસાઇએ શાળા પ્રવેશોત્‍સવના માધ્‍યમથી આજે સામાજિક પરિવર્તન આવ્‍યું છે. જેના કારણે સમાજના તમામ બાળકો શિક્ષણ મેળવવા પ્રતિ જાગૃત થયા છે તેટલું જ નહીં પણ આજે હસતામુખે શાળામાં આવી રહયા છે. જે શાળા પ્રવેશોત્‍સવને આભારી છે તેમ કહયું હતું.

શ્રી દેસાઇએ આવનારી સદીમાં વિશ્વ સ્‍તરે આપણું બાળક કદમથી કદમ મિલાવી શકે તેવી ભાવિ પેઢીનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

શ્રી દેસાઇએ શિક્ષણ ક્ષેત્રે ભાવિ પેઢીના નિર્માણ માટે રાજય સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ જેવી કે, શાળા આરોગ્‍ય ચકાસણી, શિષ્‍યવૃતિ, સરસ્‍વતી સાધના યોજના, જેવી યોજનાઓની વિગતવાર જાણકારી આપી વિધાર્થીઓને ઘો-૧૨ પૂરતું સિમિત ન રહેતા ઉચ્‍ચ શિક્ષણ મેળવી જીવનમાં ઉન્‍નતિના ઉચ્‍ચ શિખરો સર કરી આગળ વધે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

સંતરામ ગર્લ્‍સ હાઇસ્‍કૂલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ટિકેન્‍દ્રભાઇ બારોટએ સ્‍વાગત પ્રવચન કરી કન્‍યા કેળવણીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહયો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાની જાણકારી આપી હતી.

ડી.ડી.ટેક્નીકલ હાઇસ્‍કુલ ખાતે સૂરજબા મહીલા આર્ટસ કોલેજના આચાર્ય શ્રી હસિતભાઇ મહેતાએ બાળકો પહેલા શાળાએ જતા રડતા હતા તેના બદલે હવે બાળકો શાળાએ હસતા મુખે જઇ રહયા છે તેની પાછળનું કારણ જણાવતા કહયું હતું કે, આજે શાળા પ્રવેશોત્‍સવના માધ્‍યમથી બાળકોને પોતાને કાંઇક મળશે તેવી ભાવના અને શિક્ષણ પ્રત્‍યેની ભૂખ જગાવવાનું કામ રાજય સરકારે કર્યું છે. તેમણે બાળકોને શિક્ષકો તરફથી આપવામાં આવતું શિક્ષણ મેળવવાની સાથોસાથ સ્‍વપ્રયાસોથી શિક્ષણમાં રૂચિ કેળવી જીવનમાં આગળ વધે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

સરદાર વલ્‍લભભાઇ સમાજ સેવા ટ્રસ્‍ટના નિયામકશ્રી વી.આર.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા શાળાનું પ્રથમ પગથિયું ચડી શિક્ષણ મેળવવા પા…પા…. પગલી માંડી રહેલ ભૂલકાઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવે તેવી શુભેચ્‍છાઓ પાઠવી સ્‍વચ્‍છતાનો સંદેશો પાઠવી બાળકોને જીવનમાં સ્‍વચ્‍છતા કેળવવા જણાવ્‍યું હતું.

ડી.ડી.ટેક્નીકલ હાઇસ્‍કુલ ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્‍સવના પ્રારંભે મુખ્‍ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇએ શાળાના પટાંગણમાં સરદાર વલ્‍લભભાઇ પટેલની પ્રતિમાને ભાવાજંલી આપી હતી. આ પ્રસંગે ઘો-૩ થી ઘો-૮ માં તેમજ ઘો-૧૦ અને ઘો-૧૨માં પ્રથમ આવનાર તેજસ્‍વી વિધાર્થીઓને શ્રી પંકજભાઇ દેસાઇ સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ અવસરે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો માટે શૈક્ષણિક કીટ અને અન્‍ય ચીજવસ્‍તુઓ આપનાર દાતાશ્રીઓનું શ્રી પંકજભાઇ દેસાઇના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇના હસ્‍તે સંતરામ ગર્લ્‍સ હાઇસ્‍કુલ ખાતે બે બાળાઓને વિધાલક્ષ્‍મી બોન્‍ડ અને સરસ્‍વતી સાધના યોજના હેઠળ ઘો-૯માં પ્રવેશ મેળવનાર બાળાઓને શાળાએ આવવા-જવા માટે સાયકલો આપવામાં આવી હતી પ્રારંભમાં શાળાના વિધાર્થીઓએ યોગ નિદર્શન રજૂ કર્યું હતું જયારે અમૃત વચન અંતર્ગત શાળાની બાળાઓએ બેટી બચાવો – બેટી પઢાવો, સ્‍વચ્‍છતા અને પાણી બચાવો વિષય ઉપર વક્તવ્‍ય રજૂ કર્યું હતું.

આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દિપીકાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી પરીન બ્રહમભટ્ટ, મ્‍યુનિસીપલ કાઉન્‍સિલરો, નારાયણ ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી ગીતલ પટેલ, સંતરામ ગર્લ્‍સ સ્‍કુલના આચાર્ય શ્રીમતી અલ્‍પાબેન રાવલ, ડી.ડી.ટેક્નીકલ હાઇસ્‍કુલના આચાર્ય શ્રી દિલીપભાઇ પટેલ સહિત અન્‍ય તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, ટ્રસ્‍ટી મંડળના ટ્રસ્‍ટીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નડિયાદ શહેર મામલતદારશ્રી, સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી, શહેરના અગ્રણીઓ, સામાજિક-સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ, દાતાશ્રીઓ, વાલીઓ, શિક્ષકગણ અને વિધાર્થીઓ હાજર રહયા હતા.

અંતમાં મુખ્‍ય શિક્ષક શ્રી નારાયણભાઇ અને ભારતીબહેનએ આભારવિધિ કરી હતી.કાર્યક્રમના અંતે આ બંને શાળાઓના પટાંગણમાં વિભાનસભાના મુખ્‍ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ સહિત ઉપસ્‍થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY