જંગ એ ગુજરાતના અહેવાલ નો પડઘો. રાજપીપલા ડેપો માં શૌચાલયમાં ઉઘરાવાતા રૂપિયા બાબતે મેનેજર ની લાલ આંખ

0
99

તાત્કાલિક જવાબદારો ને બોલાવી કડક સૂચના અપાતા ઉઘરાણી  બંધ.

રાજપીપલા:
છેલ્લા એકાદ મહિના થી રાજપીપલા એસ.ટી.ડેપો ના શૌચાલય માં મહિલાઓ પાસે પાસવોટર (પેશાબ) માટે પાંચ રૂપિયા ની માંગ થતી હોવાની બૂમો ઉઠતા આ બાબતનો સનસનીખેજ અહેવાલ જંગ એ ગુજરાત લિંક માં તુરત આવતા ડેપો ના અજાણ અધિકારીઓ ની આંખ ખુલી અને ડેપો મેનેજર એ જવાબદાર કર્મચારીને બોલાવી ખોટું ઉઘરાણું નહિ કરી પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવવા કડક સૂચના આપતા સિનિયર સિટિજનો સહિતની મહિલાઓની સમસ્યા નો આખરે અંત આવ્યો અને હવે ડેપો પર આ માટે કોઈજ ખોટા રૂપિયા નહિ લેવાતા કટકીનો નો ભોગ બનનારી મહિલા સહિતના અન્ય તમામ મુસાફરો એ રાહત અનુભવી હતી અને આ બાબતે સોસીયલ મીડિયા પર લોકો એ જંગ એ ગુજરાત ના નીડર અહેવાલ ની ભરપૂર પ્રશંસા કરી હતી .

રિપોર્ટર-નર્મદા,ભરત શાહ.મોં.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY