રાજપીપલાની ગ્રામીણ બેંક ના રૂમમા યુવાન પંખે લટકી જતા મોત : હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

0
140

રાજપીપળા:

રાજપીપલા ની ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ બેંક ના મકાન ના એક રૂમમાં મેઘરાજસિંહ અમરસિંહ સોલંકી  રહે ,સાઈબાબા મંદિર પાસે, રાજપીપલા જે બેંક માં પટાવાળા તરીકે ફરજ બજાવતો હોવાની વાત  છે તેનો મૃતદેહ મળતા લોકટોળા એકઠા થયા બાદ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુછપરછ માં જાણવા મળ્યું કે મરનાર વ્યક્તિ મેઘરાજસિંહ એ પંખે ફાસો ખાધો હતો જેથી પોલીસે તેમની કાર્યવાહી કરી ૧૦૮ માં મૃતદેહને સિવિલ ખસેડ્યો હતો જયારે સિવિલ પર ફરજ પરના તબીબે આ બાબતે પોલીસ સ્ટેશને વર્ધી લખાવતા પોલીસે હાલ એ.ડી.દાખલ કરી વધુ તપાશ હાથ ધરી છે ,મરનાર એ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે  તપાશ માં બહાર આવશે પરંતુ પંખા પર લટકતું કપડું અને મૃતક ના ગળે વીંટળાયેલું કપડું એકજ હોય લોકો દ્વારા મળેલી ફાંસાની વાત યોગ્ય જણાતી લાગી ત્યારે ઘટના સ્થળ પર થી પોલીસ ને કોઈ સુસાઇટ નોટ પણ નથી મળી માટે હાલ આ આત્મહત્યા છે કે હત્યા તે કેહવું મુશ્કેલ છે જોકે ત્યાં હાજર મૃતક ના સંબંધીઓ ના જણાવ્યા મુજબ મેઘરાજસિંહ આ બેંક માં પ્યુન હોવાથી કામગીરી ના કારણે ત્યાં રાત રોકાયા હતા સવારે તેમની તપાશ કરતા તે પંખે લટકતી હાલતમાં માંડ્યા અમે અમને નીચે ઉતારી ૧૦૮ ને બોલાવી પરંતુ તેમનું મોત થઈ ચૂક્યું હતુ. જોકે પોતાનો પતિ મૃત્યુ પામ્યો હોવાની જાણ થતા તેમની પત્ની પરિવાર સાથે ત્યાં આવી પહોચી હતી અને પતિની લાશ જોયા બાદ પોતે ગમગીન બની જતા તેને ગભરામણ થતા તાત્કાલિક બીજી ૧૦૮ બોલાવી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY