બોટાદ,તા.૭
બોટાદ જિલ્લાના ગઢડા સ્વામી નારાયણ મંદિરનો ચૂંટણીનો વિવાદ ઉકેલાયો છે. આખરે ૧૦ વર્ષ બાદ ગઢડા સ્વામી નારાયણ મંદિરની ચૂંટણી આગામી ૫મી મેના રોજ યોજાશે. આ ચૂંટણી માટે મંદિરના આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો. વિવાદનું સમાધાન આવતા ૫મીએ ચૂંટણી થશે અને રાતે જ મતગણતરી થશે.
આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૨મી એપ્રિલ રાખવામાં આવી છે. હાલમાં ઘનશ્યામ સ્વામી અને એસ.પી. સ્વામી પાસે મંદિરનો ચાર્જ છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આ ચૂંટણીનો મામલો પહોંચતા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે ૭ અઠવાડિયામાં ચૂંટણી પૂર્ણ કરી દેવામાં આવે.
ચૂંટણી પ્રક્રિયાની સમગ્ર દેખરેખ હાઇકોર્ટના નિવૃત જજના દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હરિભક્તોના બે જૂથ દ્વારા ચૂંટણી અંગે વિવાદ થયો હોવાના કારણે સમગ્ર મામલો અદાલતમાં પહોંચ્યો હતો. હવે ૫મી મેના રોજ યોજાનારી ચૂંટણી બાદ ક્્યાં જૂથના હાથમાં મંદિરનો વહિવટ આવશે તે જાવું રહ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




