મોડાસા,તા.૭
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન કચેરી સામેરૂ. ૪૦.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાયભવનું ઉદ્દધાટન કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અંનતદવે તથા ન્યાયમૂર્તિ પારડીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. ન્યાય ભવન નજીક મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ હોવાથી અસહ્ય દુર્ગંધથી ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને જીલ્લાના અધિકારીઓ અને વકીલો તોબા પોકારી ઉઠ્યા હતા. ન્યાય ભવનના નિર્માણ સમયે જીલ્લા બાર એસોશિએશન અને મોડાસા બાર એસોસીએશનના સભ્યોએ ડમ્પિંગ સાઈટ અન્ય સ્થળે ખસેડવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં ડમ્પિંગ યથાવત રહેતા વકીલોમાં ઉગ્ર છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.
મોડાસા નગરપાલિકાની મદાપુર ગામ નજીક આવેલી ડમ્પિંગ સાઈટ પર શહેર ભરનો કચરો ઠાલવતા અને કચરાના ઢગ ખડકાવાની સાથે આગ લાગતાં આ વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. અરવલ્લી જીલ્લા ન્યાય ભવનનું નવનિર્માણ ડમ્પિંગ સાઈટ નજીક કરવામાં આવ્યું છે અને રવિવારે પ્રજાજનો માટે ખુલ્લુ પણ મુકવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



