ન્યૂઝ પેપરો માટે રાહતના સંકેત,ન્યૂઝ પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી નાબૂદ કરાશે??

0
127

ગાંધીનગર,
તા.૯/૩/૨૦૧૮

જીએસટીઆર-૩બી રિટર્ન ભરવા માટેની સમયમર્યાદા પણ જૂન સુધી લંબાવવામાં આવી શકે છે
અનાજ, કેશ તેલ, સાબુ, વીજળી, ટૂથપેસ્ટ સસ્તા અને કાર થઈ શકે છે મોંઘી

નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં શનિવારના રોજ જીએસટી પરિષદની ૨૬મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાનાર છે. એવી સંભાવના છે કે આજની જીએસટી પરિષદની યોજાનારી આ બેઠકમાં સરળ કરાયેલા વેચાણ રિટર્ન જીએસટીઆર-૩ બી ભરવાની સમયમર્યાદા ત્રણ માસ એટલે કે જૂન ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી શકે છે. આ દરમિયાન એવી માહિતી છે કે કેન્દ્ર સરકાર ન્યુઝ પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી નાબૂદ કરવાનો નિર્ણય લઇ શકે છે. કેમ કે આવા પ્રકારનો એક સરકારી ઠરાવ આજકાલ વાયરલ થયો છે. તે પત્ર નવેમ્બર ૨૦૧૭નો છે.

તેમાં આરટીઆઈ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા તા. ૭ માર્ચ ૨૦૧૮ના રોજ જવાબ પાઠવવામાં આવ્યો છે. આ સમાચાર વહેતા થવાથી સમાચારપત્રોના માલિકોમાં સંતોષની લાગણી વ્યાપી છે. પરંતુ આ સમાચાર બાબતે જ્યારે જીએનએસના પ્રતિનિધિએ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે ચર્ચા કરી, તો એ બાબતે વાત કરવા કોઈપણ અધિકારી તૈયાર ન હતા. હા, એમ જરૂરથી જણાવાયું કે તા. ૧૦મી માર્ચ ૨૦૧૮ના રોજ જીએસટી પરિષદની બેઠક છે, તેના પછી જ અમે જવાબ આપી શકીશું, અલબત્ત પેપર પ્રિન્ટ પરથી ૫ ટકા જીએસટી નાબૂદ કરવાથી રાહત મળવાની આશાએ સમાચારપત્રોના માલિકોમાં ઉત્સાહનો સંચાર વ્યાપ્યો છે.

આમ, જીએસટી પરિષદની યોજાનારી આ બેઠકમાં અનાજ, કેશ તેલ, સાબુ, વીજળી, ટૂથપેસ્ટ સસ્તા થશે, કાર પર લાગશે ઉપ-કર. તેની સાથે-સાથે આ બેઠકમાં જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ કંપનીઓ માટે સરળ રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયાને આખરી ઓપ આપી શકાય છે. પરિષદમાં વિવિધ રાજ્યોના નાણાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે, એક અધિકારીએ જણાવ્યું છે કે જા પરિષદ સહમત થાય, તો નવી રિટર્ન ફાઇલિંગ પદ્ધતિ લાગુ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ત્યાં સુધી જીએસટી-૩બી જારી રહી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY