નર્મદા જિલ્લામાં આવતા જતા ટ્રક સહિતના મોટા વાહનો નશા ની હાલતમાં ચલાવતા વધતા અકસ્માતો

0
74

ખામર તરફ ના રોડો પર ની દુકાનોમાં મળતો દેશી દારૂ કેમિકલ કે અન્ય મિલાવટ વાળો હોવાથી વાહન ચાલાક નશો કર્યા બાદ બેફામ બની જતા હોવાની બુમ

રાજપીપલા:
નર્મદા જિલ્લા તરફ આવતા સુરત મહારાષ્ટ્ર સહિતના ટ્રક જેવા મોટા વાહનો ના ચાલકો દ્વારા વારંવાર અકસ્માતો થતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે એમાં જાણવા મળ્યા મુજબ દેશી દારૂનો નશો મુખ્ય જવાબદાર હોવાની વાત સામે આવી છે સાથે સાથે સુરત રેતી ભરી જતી હાઇવા ટ્રકો ના ચાલકોને રોજના જે ફેરા મારે છે અને કરતા એક ફેરો જો વધુ મારે તો પગાર ઉપરાંત  રોકડ ઇનામ મળતું  હોવાની પણ વાત સામે આવી રહી છે ત્યારે એક તરફ કેમિકલ વાળો ખરાબ દેશી દારૂ અને બીજી તરફ વધારે પૈસા ની લાલચમાં રોડ પર જતા અન્ય વાહન ચાલકો માટે જીવનું જોખમ ઉભું થતું હોવાથી પોલીસ સહીત તંત્ર ના અન્ય જવબદાર અધિકારીઓ આ બાબતે ખાસ આલ્કોહોલ કે ઓવર સ્પીડ બાબતે કડક પગલાં લેશે તો આવનારા દિવસો માં અકસ્માતો માં ચોક્કસ ઘટાડો જોવા મળશે અને ગ્રામ્ય વિસ્તાર ના હાઇવે માર્ગો પર ની દુકાનો માં મળતા દેશી દારૂ બાબતે પણ પોલીસ કડક પગલાં લે એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર.નર્મદા.ભરત.શાહ.મોં.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY