
મા આદ્યશકિતના ઉપવાસ સાથે મૌન વ્રત રાખી પુજા અર્ચના કરી માતાજીની ભકિતમાં લીન થતા હોય છે ત્યારે આજરોજ દશેરાના દિવસે ઉપવાસના પારણા કરવાની સાથે નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી હળવદના ગોરી ઘનશ્યામપુર ગામની તળાવે આવેલ મા આદ્ય શકિતના મંદિરે નવ દિવસના ઉપવાસ કરી આજે પારણા કરવામાં આવ્યા હતા.
હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામની તળાવ નજીક બિરાજમાન મા આદ્યશકિતના મંદિરે જવારાનું નવરાત્રિના પ્રથમ દિવસથી સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રાના જયપાલસિંહ ઝાલા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના ઉપવાસ સાથે મૌન વ્રત રાખી મા આદ્ય શકિતની આરાધના કરવામાં છે. ત્યારે દશેરાના દિવસે મા આદ્યશકિતના ઉપવાસના પારણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મા આદ્યશકિતના સંત સહિત ભાવિક ભકતો દ્વારા શ્રધ્ધાભેર જવારાની પરંપરાગત રીતે યાત્રા યોજાયા બાદ જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ સમગ્ર ભકિતમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ભંડારાનું લાભ લીધો હતો.
M
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



