૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસ : ફારુક ટકલા મારા લીધે પકડાયો : જુડવા ભાઈનો દાવો

0
104

ન્યુ દિલ્હી,
તા.૯/૩/૨૦૧૮

૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીઓમાંથી એક મોહમ્મદ ફારૂખ ઉર્ફે ફારૂખ ટકલાને ગુરૂવારના રોજ દુબઇથી ભારત લાવામાં આવ્યો. તેના જુડવા ભાઇએ કોર્ટ રૂમમાં દાવો કર્યો કે ટકલા તેના લીધે પકડાયો. એક સિનિયર અધિકારીએ કહ્યું કે ગુજરાત એટીએસ દ્વારા અપાયેલ પાસપોર્ટ ડીટેલ્સના લીધે સીબીઆઇને તેને પકડવામાં મદદ મળી. ધરપકડ બાદ ટકલાને કોર્ટ રૂમમાં હાજર કરાયો.

સીબીઆઇના ખાસ પ્રોસિક્્યુટર દીપક સાલ્વેએ કહ્યું કે ફારૂક પણ ષડયંત્ર રચનારાઓમાંથી એક છે અને તેને જ સાથી આરોપીઓની દુબઇમાં રહેવાની વ્યવસ્થા કરી. ત્રણ બીજા આરોપીઓએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. ફારૂકને ૧૪ દિવસના રિમાન્ડ પર સીબીઆઈના હવાલે કરાયો છે જે આ દરમ્યાન તેની પૂછપરચ્છ સિવાય તેની વિરુદ્ધ પુરાવા પણ એકત્રિત કરશે. સફેદ શર્ટ અને કાળા ટ્રાઉઝર પહેરી ફારૂખ પોતાના જુ઼ડવા ભાઇ મોહમ્મદ અહમદ મંસૂરને કોર્ટ રૂમમાં મળતા ભાવુક થઇ ગયો. તે પોતાના ભાઇના પગે પડ્યો અને બંને જમીન પર થોડીક વાર બેસી રહ્યાં.

કોર્ટ રૂમમાં બાકીની કાર્યવાહીમાં પણ ડ્રામા ચાલુ રહ્યાં. જ્યારે ફારૂક ટકલાના જુડવા ભાઇને પૂછવામાં આવ્યું કે તેઓ કંઇ કહેવા માંગે છે તો સીબીઆઈ અધિકારીઓની પાછળ ઉભેલા મંસૂરે રિપોટ્‌ર્સનો રૂખ કર્યો, તેના પર તેને જજની સામે જ પોતાની વાત મૂકવાની સલાહ આપવામાં આવી. મંસૂરે કહ્યું કે તેઓ ફારૂખનો જુડવા ભાઇ છે અને પહેલાં આ કેસમાં તેને પણ આરોપી બનાવાયો હતો. તેને કહ્યું કે પહેલી જ સુનવણીમાં તે છૂટી ગયો. મંસૂરે કહ્યું કે તમામ સીબીઆઈના અધિકારીઓ મને ઓળખે છે. મારા લીધે જ ફારૂખ ભારત આવ્યો છે.

ફારૂખે વચ્ચમાં કહ્યું કે મંસૂરને તેની ચિંતા છે. સુનવણી દરમ્યાન મંસૂર બેહોશ થઇ ગયો અને જજે તેને બહાર લઇ જવાનું કહ્યું. આપને જણાવી દઇએ કે ફારૂખ ટકલા પોતાના જુડવા ભાઇ મંસૂર કરતાં પાંચ મિનિટ નાનો છે. ૨૫ વર્ષ બાદ ફારૂખને કોર્ટમાં જાઇ તેની માતા પણ પોતાના આંસુ રોકી શકી નહોતી. તેના દીકરા પણ સુનવણી દરમ્યાન કોર્ટરૂમમાં હાજર રહ્યાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY