ગુજરાત ના ડીજીપી ના આદેશો શિરોમાન્ય પણ અમારૂ પણ વિચારો :પોલીસ વિભાગમાં છૂપો ગણગણાટ !

0
544

રાત દિવસ ઠંડી ગરમી જોયા વગર તમામ વાર તહેવારે પરિજનો થી દૂર તેમની લાગણી નો વિચાર કર્યા વગર માત્ર ને માત્ર ફરજ ફરજ ને ફરજ.કોઈ જીવે કે માંદુ પડે બંદોબસ્ત કરો,બદલામાં બે શબ્દ” મારો જુવાનીઓ ૪૫ ડિગ્રી તાપ માં ખડે પગે” બોલો આમ સાંભળતાજ બિચારો પોલીસ જવાન 52 કે 55 વર્ષ નો આનંદ માં આવી બે દિવસ પૂર્વે થી લાગી ગયેલા બંદોબસ્ત ના થાક ને ભૂલી જાય ને બંદોબસ્ત મુક્ત થતાંજ પોલીસ સ્ટેશને પરત આવી ચડેલા કામો ને પુરા કરવા લાગી જાય કેમકે અહીં તો શિસ્ત ના નામે 24 કલાક ની ડ્યૂટી!! છોકરા ક્યાં મોટા થાય, શુ ને કેવુ ભણે ક્યાં નોકરી મળશે કોઈજ જવાબદારી સરકાર કે સમાજ ની નહી માત્ર પોલીસ પાસે અપેક્ષા રાખતા આ દેશ ના તંત્ર એ અંગ્રેજો ની જેમજ પોલીસ પાસે કામ લીધું અન્ય વિભાગો ની તુલના એ બિચારી પોલોસ નો પગાર પટાવાળા જેટલો જાવબદારી ને ફરજ કોઈમોટા અધિકારી જેટલી
ખાતા માં ઉપરી દબડાવે ને બહાર પ્રજા દબડાવે કે’બે બદામ નું પોલીસવાળું’ અરે વાહ જવાબદારી જગત જમાદાર જેટલી ને ઈજ્જત કોડી ની વાહ રે ભારત
આ બધાં વિષયે સરકાર જાગે ને પોલીસ ની વ્યથા કથા સમજે તો સારૂ એવી ચર્ચા થતી સાંભળવા મળે છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY