બાર્ડર પર મોટા હુમલાની ફિરાકમાં બેટ: ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર

0
97

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,
ભારત અને પાકિસ્તાનની સરહદ પર તેનાત બીએસએફે ગૃહ મંત્રાલયને એક અહેવાલ મોકલ્યો છે. આ અહેવાલમાં સરહદની પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજારી સેક્ટરની પેલે પાર પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં એસએસજીની ટુકડીની મૂવમેન્ટ જાવા મળી છે. બીએસએફના રિપોર્ટ મુજબ સીમા સુરક્ષામાં લાગેલા જવાનોએ એસએસજીની ટુકડીને રાજારી સેક્ટરની પેલે પાર રેકી કરતા જાઈ છે.
રિપોર્ટમાં આગામી કેટલાક દિવસોમાં પાકિસ્તાન દ્વારા બોર્ડર એક્શન ટીમ દ્વારા હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એસએસજી ટુકડીનું નેતૃત્વ કોઈ મેજર રેન્કનો પાકિસ્તાની અધિકારી કરી રહ્યો હતો. તે સીમાવર્તી મુજાહિદ્દીન બટાલિયનના કેમ્પમાં કેમ્પિગ કરતો પણ દેખાયો હતો.
બીએસએફના સૂત્રોને આશંકા છે કે બોર્ડર પરની આ મૂવમેન્ટ જણાવે છે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ સીમા પાર આવીને કાર્યવાહી કરે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ભારતીય સીમામાં ઘૂસીને સુરંગ લગાવવા માટે પણ કુખ્યાત છે. જેથી ભારતીય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો આનો ભોગ બને. સુરક્ષા એજન્સીના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કાશ્મીર ખીણમાં ૬૭ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠનોના ઘણાં આતંકી કમાન્ડરોને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પણ હિઝબુલ મુજાહિદ્દીનથી નારાજ ચાલી રહ્યા છે. હિઝબુલ મુજાહિદ્દીન સેના પર કોઈ મોટો હુમલો કરવામાં સફળ રહ્યું નથી.
ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીર ખીણમાં મોટા પ્રમાણમાં નાણાં મોકલી રહ્યું છે. તેવામાં લાગી રહ્યું છે કે પાકિસ્તાને કાશ્મીર ખીણમાં પથ્થરબાજાનું એક સ્થાપિત નેટવર્ક કામ કરી રહ્યું છે. તેના સિવાય પાકિસ્તાન કાશ્મીરની આઝાદીના નામે દુષ્પ્રચાર માટે બોર્ડરની આસપાસના રેડિયો ટ્રાન્સમિશન ટાવરને અપગ્રેડ કરી રહ્યું છે. સૂત્રો પ્રમાણે, પાકિસ્તાની સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મીરપુર અને મુઝફ્ફરાબાદથી થનારા રેડિયો પ્રસારણની ફ્રિકન્વન્સીને પણ વધારી રહ્યું છે. જેથી પોતાના દુષ્પ્રચારને કાશ્મીર ખીણમાં રેડિયોના માધ્યમથી ફેલાવી શકે તેમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY