રેલ્વે મંત્રાલય દ્વારા સુરેન્દ્રનગર-ધાંગધ્રા ડેમુ પેસેન્જર ટ્રેન ને બોટાદ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે આગામી 9 ફેબ્રુઆરી ને શનિવાર થી ધાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનનો પ્રારંભ થશે બે ડેમુ ટ્રેન દોડાવવામાં આવશે બોટાદથી આ ડેમુ ટ્રેન ઉપડી કુંડલી રાણપુર, ચુડા, લિંબડી, વઢવાણ,જોરાવરનગર,સુરેન્દ્રનગરગેટ,સુરેન્દ્રનગર,કટુડા,રાજસીતાપુર થઈ ધાંગધ્રા પહોચશે.આ ડેમુ ટ્રેન બોટાદથી સવારે 6:30 ક્લાકે ઉપડશે અને સુરેન્દ્રનગર સવારે 8:10 વાગે પહોચશે અને ધાંગધ્રા સવારે 9:20 વાગે પહોચશે ત્યારબાદ બોટાદથી બપોરે 4:40 વાગે ઉપડશે અને સુરેન્દ્રનગર સાંજે 6:35 વાગે પહોચાડશે અને ધાંગધ્રા સાંજે 7:45 વાગે પહોચશે જ્યારે ધાંગધ્રા થી બોટાદ આવવા માટે ધાંગધ્રા થી સવારે 9:30 વાગે ઉપડશે સુરેન્દ્રનગર થી 10:40 વાગે ઉપડશે અને બોટાદ સવારે 12:35 વાગે પહોચશે. જ્યારે બીજી ટ્રેન ધાંગધ્રા થી બોટાદ જવા માટે ધાંગધ્રા થી રાત્રે 7:55 વાગે ઉપડશે અને સુરેન્દ્રનગર થી રાત્રે 9:30 વાગે ઉપડશે અને બોટાદ રાત્રે 11:40 વાગે પહોચશે આમ ધાંગધ્રા-બોટાદ વચ્ચે બે ડેમુ ટ્રેન ડેઈલી દોડશે અને બોટાદ કુંટલી, રાણપુર, ચુડા, લિંબડી, વઢવાણ, જોરાવરનગર,સુરેન્દ્રનગરના લોકોને ખુબજ ઉપયોગી થશે અને મુસાફળી કરવી આશાન બનશે. આ ડેમુ ટ્રેન 9 ફેબ્રુઆરી થી ચાલુ થતા આ વિસ્તાર ના લોકો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





