વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ફાઈનલમાં મેરિકોમનનો પ્રવેશ

0
14

ન્યુ દિલ્હી,તા.૨૨
બોક્સર મેરિકોમે ગુરૂવારે રમવામાં આવેલા મુકાબલામાં કિમ હિયાંગને ૫-૦થી હરાવી શાનદાર જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મેરીકોમે ગુરૂવારે રમવામાં આવેલી મેચમાં નોર્થ કોરિયાની ખેલાડીને ૫-૦થી હરાવી ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
બોક્સ મેરિકોમે ગુરૂવારે રમવામાં આવેલા મુકાબલામાં નોર્થ કોરિયાની કીમ હિયાંગને ૫-૦થી હરાવી હતી. મેરી કોમે આઠ વર્ષ પહેલા વિશ્વ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. મેરીકોમનો સામનો હવે શનિવારે યૂક્રેનની હના ઓખોટા સાથે થશે.
ઉલ્લેખનીય છે કે, મેરી કોમ અત્યાર સુધીમાં એક ગોલ્ડ અને સિલ્વર જીતી ચુકી છે. જા મેરીકોમ આ મુકાબલો જીતી જાય છે તો, આ તેના નામે છટ્ઠો ગોલ્ડ મેડલ હશે.
મેરીકોમ ભારતની સૌથી બેસ્ટ મહિલા બોક્સર છે. તેણે વર્ષ ૨૦૧૨માં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. તે આ મેડલ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે. આ સિવાય તેણે ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો અને આ પદક મેળવનાર પણ તે પહેલી ભારતીય મહિલા બોક્સર બની. ત્યારબાદ ૨૦૧૮માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાની સાથે તેણે આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા બોક્સર બનવાનો શ્રેય પણ પોતાના નામે કર્યો હતો.
વર્ષ ૨૦૧૬માં મેરીકોમને ભારતીય રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય તરીકે પણ મનોનિત કરી હતી. ત્યારબાદ ૨૦૧૭માં માર્ચમાં મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેયર્સ અને સ્પોટ્‌ર્સે મેરીકોમને અખિલ કુમાર સાથે બોક્સિંગના નેશનલ ઓબ્ધર્વર તરીકે પદસ્થ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY