મોદી સરકાર તમામ સંસદીય ક્ષેત્રમાં ખોલશે પાસપોર્ટ સેવા કેન્દ્ર!!

0
11

ન્યુ દિલ્હી,તા.૨૨
લોકોની પાસપોર્ટ સેવાઓ સુધી પહોંચ બનાવવા માટે તથા તેની પ્રક્રિયાને સરળ કરવા માટે ભારત સરકાર દેશનાં તમામ ૫૪૩ સંસદીય વિસ્તારમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી વી.કે સિંહે આ વાત કરી. અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આયોજીત પાસપોર્ટ સેવા કાર્યક્રમના શુભારંભ દરમિયાન સિંહે કહ્યું કે, સરકાર તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી રહી છે કે ભારતની સાતે સાથે વિદેશમાં પણ કોઇ ભારતીય નાગરિકને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી ન પડે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પાસપોર્ટ મેળવવા તથા પાસપોર્ટ રિનોવેશન સહિતનાં તમામ કામોમાં માળખાગત ફેરફારો થયા છે, જેનાં કારણે એક મોટુ પરિવર્તન જાવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, અનેક યોજનાઓ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને પણ ઘણી મદદ કરી રહી છે. આ સેવા વાસ્તવિક અર્થમાં નાગરિકો માટે છે. હવે નવા પાસપોર્ટ માટે અરજી કરવી પણ ખુબ જ સરળ બની છે. પાસપોર્ટનું કામ કેટલે પહોંચ્યું છે તે પણ હવે ટ્રેક કરી શકાય છે.
સિંહે કહ્યું કે, સરકારની યોજના માર્ચ, ૨૦૧૯ સુધીમાં દેશની તમામ ૫૪૩ સંસદીય ક્ષેત્રોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપિત કરવાની છે. તેમણે કહ્યું કે, અમારી યોજના ભારતમાં દરેક મુખ્ય પોસ્ટ ઓફીસમાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની છે જેથી લોકોને પાસપોર્ટ સેવાઓ માટે ૫૦-૬૦ કિલોમીટરર દુર ન જવું પડે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY