સરિતા ગાયકવાડ-અંકિતા રૈન બનશે ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેન્ડર

0
146

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત
ગાંધીનગર,તા.૬
સરિતા ગાયકવાડને ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવાઇ છે. કુપોષણ વિરુદ્ધનાં અભિયાનમાં સરિતા બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે. સરિતા સાથે અંકિતા રૈના પણ બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે. “બેટી બચાવો, બેટી પઢાવો”ની અંકિતા રૈના બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે.
ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતનાં ચાર ખેલાડીઓ આજે વતન પરત ફર્યા છે. ત્યારે આજે તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં આ ચાર ખેલાડીઓ કે જેમને એશિયન ગેમ્સમાં ભારતભરમાં ડંકો વગાડ્યો છે ત્યારે તેઓનાં ગોલ્ડ જીતનારમાં અનુક્રમે નામ કે જેમાં ડાંગની સરિતા ગાયકવાડ, ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનાર હરમીત દેસાઇ, માનવ ઠક્કર તથા ટેબલ ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
સરિતા ગાયકવાડ કે જે પોતે ગુજરાતનાં ડાંગ જિલ્લાનાં નાનકડા એવા એક ગામમાંથી આવે છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી સરિતા ગાયકવાડનું અમદાવાદમાં IT વિભાગ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે IT વિભાગે સરીતા ગાયકવાડને રૂ.૧ લાખનું ઈનામ પણ આપ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY