અમદાવાદમાં ટુ-વ્હીલર માટે ‘ફ્રી પાર્કિંગ’ની જાહેરાત ફક્ત કાગળ પર રહી

0
10

અમદાવાદ,તા.૬
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને આકર્ષવા એક અથવા બીજા પ્રકારની જાહેરાત કરાય છે. જે પૈકી કેટલીક જાહેરાત તો સાવ બોદી એટલે કે માત્ર ‘કાગળ’ પર જ રહે છે.
આમાં અમુક મામલે તો સત્તાધીશોની બલિહારીથી સંબંધિત તંત્ર કે વિભાગ સુધી જાહેરાત પહોંચતી જ નથી. પરિણામે તા.૧૩ ઓગસ્ટથી તા.૧૩ સપ્ટેમ્બર સુધી નવા પે એન્ડ પાર્કમાં ‘ફ્રી પાર્કિંગ’ અમુક પે એન્ડ પાર્કમાં ખરા અર્થમાં અમલમાં મુકાતું નથી.
તંત્ર દ્વારા નાગરિકોને વધુને વધુ વાહનોનાં પાર્કિંગની વ્યવસ્થા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ ઉપરાંત નવા પે એન્ડ પાર્ક ઊભા કરાઇ રહ્યા છે.
આ નવા પે એન્ડ પાર્કમાં ગત તા.૧૬ ઓગસ્ટથી તા.૧૩ સપ્ટેમ્બર સુધી એટલે કે ફ્રી પાર્કિંગની જાહેરાત કરાઇ હતી કે નવા પે એન્ડ પાર્કમાં સમાન દરથી પાર્કિંગના ચાર્જ વસૂલવા માટે વિધિવત ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટર નિમવાની પ્રક્રિયા આરંભવાની થતી હતી.
જોકે પ્રહ્લાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કનાં હાલનાં સંચાલન પાસે અગમ્ય કારણસર તંત્રની એક મહિના સુધી ફ્રી પાર્કિંગની જાહેરાત પહોંચી ન હોઇ ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના જૂના ઠરાવ મુજબ પાર્કિંગ ફી વસૂલાતી હોવાનો વિવાદ ઊઠ્યો છે.
આ અંગે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર પરેશ પટેલને પૂછતાં તેઓ કહે છે, પ્રહ્લાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કમાં વસૂલાતો પા‹કગ ચાર્જનો મામલો મારા ધ્યાનમાં આવ્યો નથી. એટલે હું તત્કાળ આની તપાસ કરાવીશ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY