બ્રાઝિલને પરાજય આપીને ૩૨ વર્ષ બાદ બેલ્જિયમ સેમિફાઇનલમાં

0
61
– વર્લ્ડકપ ફૂટબોલમાં બેલ્જિયમે બ્રાઝિલને ૨-૧થી હરાવ્યું
– હવે બેલ્જિયમ સેમિ ફાઇનલમાં ફ્રાન્સ સામે રમશે

બેલ્જિયમે બ્રાઝિલને ૨-૧થી પરાજય આપીને વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ૩૨ વર્ષ પછી પ્રવેશ મેળવ્યો હતો. બ્રાઝિલના ફર્નાન્ડીનોએ ૧૬મી મિનિટમાં સેલ્ફ ગોલ કરીને આત્મઘાતી ગોલ કરતાં બેલ્જિયમે ૨-૦ની સરસાઇ મળી હતી. જે તેઓએ વર્લ્ડકપમાં બહાર કરવા માટે નિમિત્ત બની હતી. ત્યાર પછી બેલ્જિયમના બુથને ૩૧મી મિનિટમાં બીજો ગોલ ફટકારી બ્રાઝિલ પર દબાણ વધાર્યું હતું. હાઇ ટાઇમે બેલ્જિયમ ૨-૦ની સરસાઇ ધરાવતું હતું. હાફટાઇમ બાદ બ્રાઝિલને ઓગસ્ટોએ ૭૬મી મિનિટમાં ગોલ કરીને વળતી લડત આપતાં સ્કોર ૨-૧ થયો હતો. તે પછી બ્રાઝિલના જોરદાર આક્રમણ છતાં બેલ્જિયમે ભારે હરોળ રચી બ્રાઝિલનો સ્કોર સરભર કરવા દીધો નહોતો. આ સાથે બ્રાઝિલ છેલ્લા ચાર વર્લ્ડકપમાંથી ત્રણ વર્લ્ડકપના ફાઇનલમાં નથી પહોંચી શક્યું. હવે સેમિ ફાઇનલમાં બેલ્જિયમ અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY