ગાંધીનગરમાં મતગણતરી સમયે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ

0
144

ગાંધીનગર,તા.૨૩/૦૨/૨૦૧૮

શુક્રવારે ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં મતગણતરી દરમિયાન બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર તાલુકા પંચાયતના ઈલેક્શન માટે સેક્ટર ૧૫ની કોમર્સ કોલેજ ખાતે ગણતરી ચાલી રહી હતી. ત્યારે કોણ જીત્યું તે મામલે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી.

ગાંધીનગરની રાંદેરા બેઠકને લઈને ગણતરી ચાલી હતી ત્યારે ત્યાંના બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. ત્યારે પોલીસે મધ્યસ્થી થઈને મામસો થાળે પાડ્યો હતો અને બંને પક્ષના કાર્યકર્તાઓને ગેટની બહાર કાઢ્યા હતા. પણ તેના બાદ ભાજપના જે કાર્યકર્તાએ અપશબ્દો કહ્યા હતા, તેને બહાર લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર માર્યો હતો. આમ, પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY