નવો નક્કોર પુલ પાણીમાં વહી ગયો, ત્રણ મહિના પહેલા જ થયુ હતુ ઉદ્ઘાટન

0
22

ત્રણ મહિના પહેલા લોકાર્પણ કરાયલા પુલે શિવરાજ સરકારની પોલ ખોલી
ભોપાલ,તા.૧૧
હાલમાં દેશના ઘણા ભાગોમાં પુલ તૂટવાની અને જાનહાનિના સમાચારો ચોતરફેથી આવી રહ્યા છે. ત્યાં મધ્ય પ્રદેશના શિવપુરીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો પુલ પહેલાં જ વરસાદમાં નષ્ટ થયો હતો. આ પુલને કૂનો નદી પર લગભગ ૭ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનમાલની નુકસાની થઇ નથી.
ખાસ બાબત એ છે કે કરોડોના ખર્ચે ઉભા કરાયેલા પુલને ત્રણ મહિના પહેલાં જ કેંદ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકાર્પણ કર્યું હતું. વિકાસનો દાવો કરી રહેલી મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાનની સરકાર સામે ભ્રષ્ટાચારને લઇને સવાલો ઉભા થવા લાગ્યા હતા.
શિવપુરી જીલ્લાના ખરવાયા અને ઇન્દુર્ખી ગામના લોકોની લાંબા સમયની માંગણી બાદ બન્ને ગામોને જોડતા આ પુલને બાંધવામાં આવ્યો હતો જેણે વરસાદની પહેલી સિઝનમાં શિવરાજ સરકારની પોલ ખોલી નાખી હતી. આ પુલના બાંધકામ સમયમાં થતા ભ્રષ્ટાચારની જાણ ભાજપાના ધારાસભ્ય પ્રહલાદ ભારતીએ પ્રશાસનને કરી હતી પરંતુ તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY