ન્યુ દિલ્હી,તા.૧૩
દેશમાં ઇલેકટ્રોનીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પેટ્રોલ અને ડિઝલકાર પર થોડો વધુ ટેક્ષ લગાવાની યોજના બનાવી રહી છે.
નાણામંત્રાભયનું માનવું છે કે આ પગલાથી સરકાર પર ઇલેકટ્રોનીક વાહનોની ફેમ યોજનાને પ્રોત્સાહન આપવાનો અતિરિકત બોઝ પડશે નહી. આ જાણકારી નાણામંત્રાલય દ્વારા ફેમ યોજનાનાં અન્ય ચરણ માટે એકિઝકયુટીવ ફાઇનાન્સ કમીટીને મોકલેલા એક મેમોરેન્ડનથી મળી છે.
ઇન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ આ પગલાથી લોકો પેટ્રોલ અને ડિઝલ કારોની ખરીદી ઓછી કરશે. આ અહેવાલ પર સિવામે કોઇ ટીપ્પણી કરી નથી. ઇલેકટ્રીક વાહનોના નિર્માતા સાથે જાડાયેલ અધિકારી સોહિંદર ગિર્લ જણાવ્યું કે સરકારની પાસે સબસિડિ આપવા માટે રોકડની અછત છે. ગ્રાહક ત્યારે જ ઇલેકટ્રોનીક વાહનની ખરીદી કરશે જયારે તેની કિંમત પેટ્રોલ-ડિઝલ વાહનો જેટલી હશે. તેના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડિઝલ વાહનો પર એક ટકા ટેક્ષ વધારવાથી મોટી માત્રામાં પૈસા આવશે. જેનાથી ૧૦ લાખ વાહનોને સબસીડી આપી શકાશે. બીજીબાજુ ભારે ઉધોગ મંત્રાલયે ફેમ સ્ક્રીમને ૨૦૨૨-૨૩ સુધી ચલાવા માટે ૯,૩૮૧ કરોડ રૂપિયાની માંગ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




