બીજી ટેસ્ટ : ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને જીત માટે ૬૬૦નો ટાર્ગેટ આપ્યો

0
8

ક્રાઈસ્ટચર્ચ,તા.૨૮
ટોમ લેથમના ૧૭૬ અને હેનરી નિકોલસના ૧૬૨ રનની સહાયથી ન્યુઝીલેન્ડે શ્રીલંકાને ૬૬૦નો ટાર્ગેટ આપ્યો હતો. ૩૦૫ રનની લીડથી ત્રીજા દિવસની શરૂઆત કરતા કિવિઝ જાણે ટાઈમલેસ ટેસ્ટ રમી રહ્યું હોય તેમ રનનો ઢગલો કરી દીધો હતો. ટોમ લેથમે પોતાના કરિયરની ૮મી સદી ફટકારતા ૧૭૬ રન કર્યા હતા અને હેનરી નિકોલસે ૪થી સદી ફટકારી ૧૬૨ રન કર્યા હતા. તે ઉપરાંત કોલીન ડે ગ્રાન્ડહોમે કિવિઝ તરફથી સૌથી ઝડપી (૨૮ બોલમાં) ફિફટી મારતા ૪૫ બોલમાં ૭૧ રન કર્યા હતા. કિવિઝે ૫૮૫ રને ૪ વિકેટના નુકસાને ૬૫૯ની લીડ સાથે પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. શ્રીલંકા તરફથી લાહિરૂ કુમારએ ૨ વિકેટ જયારે દુસ્મનથ ચામિરા અને દિલરુવન પરેરાએ ૧-૧ વિકેટ લીધી હતી.
પહેલા દાવમાં શ્રીલંકા ફક્ત ૧૦૪માં તંબુભેગું થઇ ગયું હતું. તેના બાદ ન્યૂઝીલેન્ડે તેમને કમબેક કરવાનો કોઈ મોકો આપ્યો નથી. ૬૬૦ના લક્ષ્યનો પીછો કરતા લંકાએ ૨૪ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી છે. ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટે એક-એક વિકેટ લીધી હતી. લંકા માટે બાકીના ૬૩૬ રન કરવા અથવા ૨ દિવસ પીચ પર ઉભું રેહવું બંને અસંભવ છે. કિવિઝ ચોથા દિવસે કેટલી જલ્દી મેચ પુરી કરશે તેના પર ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY