૧૬ સપ્ટેમ્બરે ઈસરો બે બ્રિટિશ ઉપગ્રહો સાથે ઉડાન ભરશે

0
244

ન્યુ દિલ્હી,તા.૧૩
અંતરિક્ષ વિજ્ઞાનમાં સતત નવા આયામો સર કરતાં ભારતીય અંતરિક્ષ ગઠન (ISRO) થોડાં જ સમયમાં અંતરિક્ષનાં ક્ષેત્રમાં વધુ એક છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ISROની આ સંપૂર્ણરીતે વ્યાવસાયિક ઉડાન હશે. તેની સાથે કોઈપણ ભારતીય ઉપગ્રહ મોકલવામાં નહીં આવશે. આ મિશનની શરૂઆત ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮થી થશે, જે ભારતીય રોકેટ શ્રીહરિકોટાનાં સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી બે બ્રિટિશ ઉપગ્રહો સાથે ઉડાન ભરશે. આ સફળતા સાથે જ ભારત તે દેશોની શ્રેણીમાં સામેલ થશે, જેની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની કે મોકલવાની પોતાની ટેકનિક છે.
આ અગાઉ ૨૩ એપ્રિલ, ૨૦૦૭નાં રોજ ISROએ પહેલીવાર વ્યાવસાયિક ઉદ્દેશ્ય માટે રોકેટ લોન્ચ કર્યું હતું. પરંતુ એ ઈટલીનાં ખગોળીય ઉપગ્રહ PSLV C-Aને પ્રક્ષેપિત કર્યો હતો. ત્યારબાદ, ૧૦ જુલાઈ ૨૦૧૫નાં રોજ AGILEએ વધુ એક ઉપલÂબ્ધ હાંસિક કરીને PSLV C-૨૮થી પાંચ બ્રિટિશ ઉપગ્રહોને એક સાથે પ્રક્ષેપિત કર્યા હતાં, જેનું કુલ વજન ૪૩૯ કિલોગ્રામ હતું. અત્યારસુધીમાં ૨૮ દેશોનાં ૨૩૭ વિદેશી ઉપગ્રહોને પ્રક્ષેપણ કરી ચૂક્્યું છે. તેની સાથે જ સતત પોતાની ક્ષમતા અને ટેકનિકમાં વધારો કરી રહ્યું છે, જેથી વધુ માત્રામાં વિદેશી મુદ્રાની કમાણી થઈ શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY