બીઆરટીએસના ૧૧૮ જંકશન પર ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસની મદદ લેવાશે

0
70

સુરત,
તા.૧૫/૪/૨૦૧૮

સવાર-સાંજ પીક અર્વસમાં ભારે ટ્રાફિક સમસ્યા

સુરત મ્યુનિ. તંત્રએ શરૂ કરેલા બીઆરટીએસના નવ રૂટ પર ૧૧૮ એવા જંકશન છે, જ્યાં બસ અને સામાન્ય ટ્રાફિક ભેગો થાય છે. આ ૧૧૮ ટ્રાફિક જંકશન પર પીક અવર્સમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સુરત મ્યુનિ.તંત્ર હવે પોલીસને સહારો લેશે. મ્યુન. તંત્ર ટ્રાફિક પોલીસની મદદથી ૧૧૮ જંકશન પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પ્રયાસ કરશે. સુરત શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સુરત મ્યુનિ.એ બીઆરટીએસ અને સીટીબસ સેવાની શરૃઆત કરી છે. મ્યુનિ. તંત્રએ શહેરના ૯ રૃટ પર બી.આર.ટી.એસ. સેવા શરૃ કરી છે. આ નવ રૃટ પર ૧૧૮ એવા જંકશન છે જ્યાં બી.આર.ટી.એસ.ની બસ અને સામાન્ય ટ્રાફિક ભેગો થાય છે. સવાર અને સાંજે પીક અવર્સમાં આ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ ન હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. કેટલીક વાર બીઆરટીએસના આવા પોઈન્ટ પર રીક્ષા ચાલકોનો અડીંગો પણ જાવા મળે છે. બીઆરટીએસના પોઈન્ટ પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મ્યુનિ. તંત્ર હવે ટ્રાફિક પોલીસની મદદ લેવા જઈ રહી છે.

મ્યુનિ.માં મળેલી બેઠકમાં આ પોઈન્ટ પર ટ્રાફિક નિયમન માટે પાલીસ સાથે સંકલન કરવા માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો દોડે છે. તેના પર રોક લગાવવા માટે પણ કામગીરી કરવા માટે સૂચન કરાયુ હતુ. સાથે સાથે કેટલાક વિસ્તારના બીઆરટીએસ રૂટમાં રખડતા ઢોરનો ત્રાસ છે. તે ત્રાસ દૂર કરવા માટે મ્યુનિ.ના માર્કેટ વિભાગ સાથે સંકલન કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY