સુરત,
તા.૨૧/૦૩/૨૦૧૮
સુરતના વેસુ ગામના જમીન પ્રકરણ અંગે જેલના સળીયા પાછળ ધકેલાયેલા વસંત ગજેરાનું નામ વિવાદોની સાથે સામાજિક કાર્યોમાં પણ ચર્ચાતું રહ્યું છે. વસંત ગજેરાનું નામ કોર્પોરેટ સોશિયલ રિસપોન્સબિટીમાં આગળ રહ્યું છે. ગજેરા ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામા આવે છે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક રીતે સહાય આપવાના કાર્યો શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ બધા કાર્યો સીધી રીતે વસંત ગજેરા સંભાળે છે.
વસંત ગજેરાએ તાજેતરમાં અમરેલી જિલ્લામાં ૬૦ કરોડના ખર્ચે હોસ્પટલ અને મેડીકલ કોલેજનો પ્રારંભ કરાવ્યો હતો. કોલેજ માટે મેડીકલ કાઉન્સીલ પાસે માન્યતા માંગવામા આવી છે. વસંત ગજેરાએ ડાયમંડના વ્યવસાય સાથે બિલ્ડીંગ કન્સટ્રકશનમાં ઝંપલાવ્યું હતું.
વસંત ગજેરાનું નામ સુરતમાં પહેલી વાર રીંગરોડ પર આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનની જમીનની ખરીદી બાદ ખાસ્સુ ચર્ચામાં રહ્યું હતું. ૧૯૯૬ દરમિયાન ૧૦૫ કરોડમાં વસંતુ ગજેરા અને સુરતનાં બિલ્ડરોએ સુરત મહાનગરપાલિકા પાસેથી ટ્રાન્સપોર્ટ ગોડાઉનની જમીન ખરીદી હતી.
વસંત ગજેરાની ભૂમિકા ભાજપના સાંસદ સીઆર પાટીલને દેવામાંથી મૂક્ત આપવામાં પણ ખાસ્સી આગળ પડતી રહી હતી. મગદલ્લા ચાર રસ્તા પાસે આવેલા ભાવિ દર્શનને ખરીદીને સીઆર પાટીલને નાણાકીય ભીડમાંથી બહાર લાવવામાં મહત્વનો ફાળો રહ્યો હતો. ત્યાર બાદ વસંત ગજેરાએ જમીન ખરીદવામાં પાછળ વળીને જાયું ન હતું. સુરતમાં મોટી અને કરોડો રૂપિયાની જમીનો તેમણે ખરીદી છે.
ગજેરા ટ્રસ્ટની રચના માતાના નામે કરવામાં આવી છે. પરંતુ પાછલા કેટલાક વખતથી વસંત ગજેરા જમીન ખરીદીમાં ખાસ્સા વિવાદમાં રહ્યા છે. મિલેનિયન-૪માં પણ તેમણે ખાડી પર બ્રિજ બાંધી દેતા મોટો બખેડો થયો હતો આ ઉપરાંત વેસુમા ખરીદેલી જમીનોમાં પણ તેમની સામે ગંભીર પ્રકારના આક્ષેપો થયેલા છે. સુરતના ઉમરા પોલીસ મથકે વેસુની જમીન પ્રકરણમાં વસંત ગજેરાની ધરપકડ કરી છે.
વસંત ગજેરાના ભાઈ ચીનુ ગજેરાની પણ બેએક વર્ષ પહેલા પોલીસ અરેસ્ટ કરી હતી. કોંગ્રેસમાંથી વરાછા વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડેલા ધીરુ ગજેરા તેમના ભાઈ થાય છે. ભાજપ અને કોંગ્રેસમાં વસંત ગજેરાના ભરપુર કનેકશન રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"