શ્રીનગર,તા.૧૫
જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સોમવારે રાતે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું. આ દરમિયાન બીએસએફ જવાન દેવેન્દ્ર કુમાર શહીદ થઇ ગયા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાએ પણ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. ફાયરિંગના ૨૪ કલાક પહેલા જ કઠુઆ પાસે આવેલી બોર્ડપ પર કેટલાક શંકાસ્પદો જાવા મળ્યા હતા. ફાયરિંગની આડમાં આતંકીઓ દ્વારા ઘૂસણખોરીની આશંકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯મેના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮માં અત્યાર સુધી ૩૩ લોકોના જીવ ગયા છે, જેમાં ૧૭ જવાન સામેલ છે.
બીએસએફ ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી રાતે ૧.૩૦ વાગે સાંબામાં અગ્રિમ ચોકીને નિશાન બનાવવામાં આવી. અહીંયા કેટલાક જવાન પેટ્રોલિંગ માટે જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ફાયરિંગ શરૂ થઇ ગયું.
ભારતીય જવાનોએ પણ આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. રાતે બંને તરફથી ફાયરિંગ ચાલુ હતું. આ દરમિયાન કોન્સ્ટેબ દેવેન્દ્રનો ગોળી વાગી અને તે શહીદ થયો.
બીએસએફ જવાનોએ રવિવારે કઠુઆના હીરાનગર સેક્ટરમાં સરહદ પર ૫ શંકાસ્પદ આતંકીઓને જાયા હતા. માનવામાં આવી રહ્યુ છે કે તમામ કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા હતા. ત્યારબાદ બીએસએફે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું અને જમ્મુમાં એલર્ટ જાહેર કર્યું. ઓપરેશનમાં આર્મીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"