દિલ્હીમાં રાઈઝીંગ ડેની ઉજવણીમાં કિરણ રિજીજુએ ખાસ હાજરી આપી
ન્યુ દિલ્હી,તા.૧
શનિવારે બીએસએફ એટલે કે બોર્ડર સિક્્યોરીટી ફોર્સ દ્વારા દિલ્લીમાં ૫૪માં રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લીમાં ચાવલા કેમ્પ ખાતે આજના ખાસ દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીએસએફ દ્વારા આયોજિત ૫૪ માં રાઈઝીંગ ડેની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ ખાસ હાજરી આપી હતી.
પરંતુ દેશના પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીઓ વ્યસ્ત છે, આ કારણે લાગી રહ્યું છે કે કેટલાક નેતાઓ તેમજ મંત્રીઓ આ વીરતાના ખાસ દિવસને ભૂલી ગયા છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ શામેલ છે.
પીએમ મોદીની વાત કરવામાં આવે તો, તેઓ હાલમાં તેઓ બ્યુનસ આયર્સમાં આયોજિત કરવામાં આવેલી ય્-૨૦ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીનામાં છે અને આ દરમિયાન શુક્રવારે તેઓએ વર્લ્ડના ટોચના લીડર સાથે મિટિંગ કરી હતી.
તમને જણાવી દઈકે કે, ભારતની સરહદે તેમજ દેશની કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં BSFના જવાનો તેમના જીવને જાખમમાં રાખીને આપના આન-બાન અને શાનથી દેશનું રક્ષણ કરતા હોય છે અને તેમનું બલિદાન અભૂતપૂર્વ હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



