વાશિંગ્ટન,તા.૫
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને અમેરિકન સ્ટોક એક્સચેન્જ નૈસ્ડેકના પ્રેસિડન્ટ અડેના ફ્રેડમેનને આ વર્ષે ગ્લોબલ લીડરશિપ અવોર્ડ આપવામાં આવશે. ટેક્નોલોજી પર આધારિત મુખ્ય પ્લેટફર્મ તરીકે બંને કંપનીઓના યોગદાનને ધ્યાનમાં રાખીને પીચાઈ અને ફ્રેડમેનને આવતા અઠવાડિયે થનારી ઈન્ડિયા સમિટમાં આ અવોર્ડ આપવામાં આવશે. બિઝનેસ એડ્વોકેસી ગ્રૂપ અમેરિકા-ભારત વેપાર પરિષદ (યુએસઆઈબીસી)એ બંનેની પસંદગી કરી છે.
યુએસઆઈબીસી ૨૦૦૭થી દર વર્ષે ગ્લોબલ લિડરશીપ અવોર્ડ આપી રહી છે. તે માટે અમેરિકા અને ભારતના તે અધિકારીઓને પસંદ કરવામાં આવે છે જેમની કંપનીઓ બંને દેશોની વચ્ચે વેપાર વિકાસને વધારવામાં મહત્વની ભૂમિકા નીભાવે છે. સુંદર પિચાઈ ભારતીય મૂળના છે. તેમણે ૨૦૦૪માં ગૂગલ જાઈન કર્યું હતું. ૨૦૧૫થી તેઓ કંપનીના સીઈઓ છે.
યુએસઆઈબીસીનું કહેવું છે કે, ગૂગલ અને નૈસ્ડેક જેવી અગ્રણી કંપનીઓના કારણે વસ્તુઓ અને સેવાઓના દ્વીપક્ષીય વેપારમાં છેલ્લાં પાચ વર્ષમાં ૧૫૦ ટકાનો વધારો થયો છે. ૨૦૧૮ સુધીમાં તે ૧૪૨.૧ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો.
પિચાઈનું કહેવું છે કે, ભારતમાં રહીને મેં જાયુ છે કે, લોકોના જીવનને સારું બનાવવા ટેક્નોલોજીનું મોટું યોગદાન છે. મને ગર્વ છે કે ભારતના વિકાસના સમયમાં ગૂગલે યોદગાન આપ્યું છે. પિચાઈએ કહ્યુ છે કે ભારત અને અમેરિકાના સંબંધો કિયારેય સંકટપૂર્ણ નથી રહ્યાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




