(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૪
વડા પ્રધાન નરેન્દ્ર મોદનો મહત્તવકાંક્ષી બુલેટ ટ્રેન પ્રકલ્પનો પહેલો તબક્કો હવે ગુજરાત પૂરતો જ મર્યાદિત રહે એવી શક્્યતા છે. સૂત્રોએ આપેલી માહિત અનુસાર હવે મુંબઈથી અમદાવાદની બદલે, અમદાવાદથી બિલિમોરા સુધી બુલેટ ટ્રેનનો પહેલાં તબક્કનો પ્રકલ્પ અમલમાં લવાશે.
મહારાષ્ટÙમાં આ પ્રકલ્પ માટે આવશ્યક જમીનનુ સંપાદન કરવું ખૂબ જ મુશ્કેલભર્યું છે. ખાસ કરીને પાલઘર જિલ્લાના ખેડૂતો પોતાની જમીન આપવાનો સતત વિરોધ કરી રહ્યા છે. આ પ્રકલ્પ માટે જરૃરી જમીન અધિગ્રહણ માટે ડિસેમ્બર ૨૦૧૮ સુધીની મુદ્દત રાખવામાં આવી છે. પરંતુ આજે આવશ્યક જમીનનુ અધિગ્રહણ થઈ શક્્યુ નથી.
આટલુ જ નહીં ચૂંટણી માથે છે ત્યારે જબરદસ્તી જમીન મેળવવા માટે પગલાં લેવાયા તો મુશ્કેલી આવી જશે એવુ કહેવાય છે. જેના લીધે પાલઘરમાં ખેડૂતોએ હાલમાં પોતાની જમીન બચી ગયા અંગે આનંદ વ્યક્ત કર્યો છષ.
અમે મુદ્દતમાં જ મીન સંપાદન કરીશુ અને પ્રકલ્પ સમયસર પૂર્ણ કરીશું. હાલમાં બે તબક્કામાં પ્રકલ્પનો વિચાર નથી એવુ બુલેટ ટ્રેન પ્રકલ્પ પર કામ કરી રહેલી નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન તરફથી જણાવાયુ હતું. જેના લીધે પંદરમી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બિલિમોરાથી અમદાવાદ આ પહેલો તબક્કા માટે જ બુલેટ ટ્રેન દોડાવાય એવી શક્્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડેડલાઇન નિશ્ચિત કરી છે.
પ્રસ્તાવિત બુલેટ ટ્રેન માર્ગ પર બાર સ્ટેશનોમાં બીકેસી, થાણે, વિરાર, બોઇસર, બિલિમોરા, સુરત, બરોડા, આણંદ, સાબરમતી અને અમદાવાદ સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાંથી ચાર સ્ટેશન મહારાષ્ટÙના અને બાજીના ગુજરાત પૂરતા જ મર્યાદિત હોવાથી મહારાષ્ટ્રના બીકેસી, થાણે, વિરાર અને બોઇસર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે નહીં.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



