અમેરિકાની જેલમાંથી બાવન પૈકી પાંચ ગેરકાયદે ભારતીયોને બોન્ડ પર મૂક્ત કર્યા

0
44

વાશિંગ્ટન,તા.૨૪
ટ્રમ્પ વહીવટી તંત્રની ‘ઝીરો ટોલરેન્સ’પોલીસીમાં પકડાયા પછી છેલ્લા ત્રણ મહિનાથી ઓરેગન રાજ્યની લોકઅપમાં રાખવામાં આવેલા પાંચ શીખ સહિત આઠ રાજ્યાશ્રય માગતા વસાહતીઓને આજે બોન્ડ પર છોડવામાં આવ્યા હતા, એમ ઇમિગ્રેશન વકીલોએ કહ્યું હતું.
મોટાભાગના શીખો સહિતના ૫૨ ભારતીયોને રાજ્યાશ્રય માગી રહેલા ગેરકાયદે વસાહતીઓના મોટા ભાગનાઓને મે મહિનાથી ઓરેગનના અટકાયતી કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા.
શેરિડેનમાં અટકાયતી કેન્દ્ર ખાતે કુલ ૧૨૪ ગેરકાયદે વસાહતીઓમાં સૌથી વધુ ભારતીયો હતા. લગભગ ૨૦ વર્ષની વયના તમામ પાંચ ભારતીયો ઓરેગનની જેલમાં ત્રણ મહિના રહ્યા પછી પહેલી જ વાર જાહેરમાં દેખાયા હતા.’શરૂઆતમાં મને જરાય આશા નહતી, પરંતુ હવે તો સપના જેવું લાગે છે. હું ખૂબ જ ખુશ છું. અમને મદદ કરનાર તમામનો હું આભારી છું’એમ ૨૪ વર્ષના કરણદીપ સિંહે કહ્યું હતું.
પકડાયેલાઓ પૈકી મોટાભાગના પ્રેકટિસિંગ શીખ છે. શેરિડેનમાં પણ તેઓ મુશ્કેલીમાં હતા, કારણ કે કેટલાક કેદીઓએ શીખોને તેમની ધાર્મિક વિધી કરવા દીધી નહતી. કરણદીપે કહ્યું હતું કે એમાં જેલ સત્તાવાળાઓનો વાંક નથી, તેમને ખબર જ નથી કે શીખો કેવી રીતે પ્રાર્થના કરે છે.
જેલના શરૂઆતના દિવસો ખૂબ જ નિરસ હતા.’અમે ખૂબ જ હતાશ થઇ ગયા હતા. અમારા સબંધીઓને ફોન કરવાની વાત તો જવા દો,અમને અમારા સેલ ફોન પણ આપવામાં આવ્યા નહતા’એમ લવપ્રિત સિંહે એક દુભાષિયા મારફતે કહ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY