સુરત, તા.૧૨
વિરોધના સૂર વચ્ચે અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ચાલી રહેલી જમીન સંપાદનની કામગીરી અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને તેમની જમીન અને મિલકત માટે યોગ્ય વળતર મલી રહે તે માટે કલેકટર અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ. ના ડાયરેકટરને રજૂઆત કરવામાં આવી છે. દેશના પ્રથમ એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે વિરોધના શૂર વચ્ચે હાલમાં જમીન સર્વેઅને સંપાદનની કામગીરી ચાલી રહી છે. સુરત સહિત રાજયના જે-જે જિલ્લામાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે તે તમામ જિલ્લાના ખેડૂતોના કેટલાક ખેડૂતોએ કોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા છે. પરંતુ પ્રોજેકટને સાકાર કરવા માટે સરકાર હાલમાં અસરગ્રસ્ત ખેડૂતોને તેમની જમીન અને મિલકત પેટે વળતર વધુ આપે તેવી માંગણીઅો કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લા પંચાય સભ્ય દર્શન નાયકે જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ. ના ડાયરેકટરને રજૂઆત કરી યોગ્ય વળતર માટેની ખાતરી આપવાની માંગણી કરી છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




