મુંબઈ,તા.૮
બુલેટ ટ્રેન પ્રકલ્પનો લાભ મહારાષ્ટ્ર ને રાષ્ટ્રપણ થાય તે માટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો રૂટ નાશિકથી વાળવામાં આવે એવી વિનંતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી, પરંતુ રાજ્યકક્ષાના રેલવે પ્રધાન મનોજ સિંહાએ તેમની માગણી ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ છે અને તે માટે જાપાનની મદદ લેવાઇ રહી છે.
બુલેટ ટ્રેનનો લાભ મહારાષ્ટ્રને પણ મળે તે માટે તેનો રૂટ નાશિકથી વાળવામાં આવે એવી માગણી ફડણવીસે તત્કાલીન રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરી હતી, પરંતુ તેના પર કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નહીં. દરમિયાન રાજ્યકક્ષાના રેલવે પ્રધાન મનોજ સિંહાએ ફડણવીસને પત્ર લખીને તેમની માગણી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
વિરોધ પક્ષો તરફથી થઇ રહેલી ટીકા અને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો ખેડૂતોનો થઇ રહેલો વિરોધ બુલેટ ટ્રેનના માર્ગમાં અડચણો ઊભી કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




