જૈન સ્કૂલ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કેસ : પોલીસે ૨૪થી વધુ લોકોના નિવેદનો લીધા

0
1

ગોંડલ,તા.૨૫
ગોંડલના કુંભારવાડા ખાતે આવેલી જૈન સ્કૂલમાં ગતરોજ એલકેજીના વિદ્યાર્થી સાથે દુષ્કર્મ જેવી ઘટના બનતા અને પોલીસ ફરિયાદ નોંધાતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી. ઘટનાને પગલે સફાળી જાગેલી પોલીસ દ્વારા ૨૪થી વધારે લોકોના આજે નિવેદનો લેવામાં આવ્યા છે. પોલીસને પ્રથમ દ્રષ્ટિએ બાળક સાથે કંઈક અજુગતું બન્યું હોવાની શંકા તો છે જ પરંતુ નિવેદનમાં વિરોધાભાસ વધુ પડતો જણાય કોઈ નિર્દોષ ન દંડાય તે માટે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જૈન સંસ્કાર સ્કૂલના એલકેજી ના વિદ્યાર્થી દ્વારા ગત રોજ શાળાના ગણિતના શિક્ષક સંદીપ દાણીધારીયા વિરુદ્ધ ઊંગલી નિર્દેશ કરાતા અને પોલીસ દ્વારા ગુનો નોંધાતા શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ગણિતના શિક્ષકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને માસુમ બાળકને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ તેમજ વધુ ચેકઅપ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. માસૂમ બાળક અને તેના પરિવારજનોના નિવેદનોમાં પોલીસને વિરોધાભાસ જણાતો હોય આજે તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. વસાવા, રાઇટર પ્રભાતસિંહ સહિતનાઓ સ્કૂલે દોડી જઈ બે ડઝનથી વધુ લોકોના નિવેદનો લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY