દરેક સેશનમાં પ-૬ વિકેટ ઝડપી ન શકાય : જસપ્રીત બુમરાહ

0
9


સાઉથૈમ્પટન,તા.૩૧
ઈંગ્લેન્ડની બેટિંગ ટોપઓર્ડરને હલાવી નાખનાર ભારતીય બોલર જસપ્રિત બુમરાહે આ વાતને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો કે, ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડર અને મજબૂત બેટ્‌સમેનોને આઉટ કર્યા બાદ ટેલેન્ડર્સ સામે ભારતીય બોલર્સ નબળા પડી ગયા હતા. સૈમ કુરનના ૭૮ રનની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૪૬ રન કર્યા હતા. જ્યારે એક સમયે ઈંગ્લેન્ડની ટીમે ૮૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે પ્રથમ દિવસની રમત બાદ ઈંગ્લેન્ડના ટેલેન્ડર્સની સારી રમત અંગેનું કારણ જણાવ્યું હતું.
બુમરાહે જણાવ્યું હતું કે,”તમે દરેક સેશનમાં ૫-૬ વિકેટ ન ઝડપી શકો. તેમણે પણ સારી રમત રમી હતી. સૈમ કુરન અને મોઈન અલીએ સારી ભાગીદારી નોંધાવી. કુરને પ્રારંભમાં ધીમું અને સંભાળીને રમત રમી. બોલ જુનો થવા પર સ્વિંગ અને સીમ થતો નહોતો.
જે પછી ઈંગ્લેન્ડના ટેલેન્ડર્સે ઝડપી રન બનાવ્યા હતા. બ્રેક બાદ નક્કી કર્યું કે વિકેટ ઝડપવા વધુ પ્રયાસ કરવા પડશે. તમારે લાલચ અને વધુ પડતી અપેક્ષાઓથી બચવું પડશે. તેમણે ૮૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી અને તેઓ ૧૦૦ રન પર પણ ઓલઆઉટ થઈ શકતા હતા. અમને કોઈ દુઃખ નથી કે તેઓ આટલા રન કરી ગયા, અમે પણ સારી બેટિંગ થકી તેમની પર દબાણ વધારી શકીએ છીએ.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY