કેન્દ્ર સરકારના બજેટથી અમીર-ગરીબ સૌ કોઈ ખુશખુશાલ

0
24

સુરત, તા.૧
કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલે આજે સંસદમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં ઢગલાબંધ રાહતો જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને આ બજેટ ખેડૂત અને મધ્યમ વર્ગને મોટુ રાહત આપનારૂ છે. મધ્યમ વર્ગ માટે આયકરના ટેક્સમાં રૂ.૨.૫૦ લાખથી વધારીને ૫ લાખ કરાતાં મોદી સરકારે પગારદાર વર્ગને ખુશખુશાલ કરી દીધા છે. સ્ટાર્ન્ડન્ડર ડિટેક્શનમાં પણ ૧૦ હજારનો વધારો કરી ૫૦ હજાર કરવામાં આવી છે. તેમજ રૂ.૬.૫૦ લાખના રોકાણ ઉપર કોઈ ટેક્સ નહીંની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. ખાસ કરીને આ બજેટમાં ખેડૂતો માટે પટારો ખોલવામાં આવ્યો છે. બે એકર ખેતી જમીન ઉપર મહત્તમ ૬૦૦૦ વાર્ષિક રકમ બેંક એકાઉન્ટમાં જમા કરીને સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આ સર્વગ્રાહી બજેટને શેરબજારને શરૂઆતમાં આવકાર આપ્યો હતો.
સુરત શહેરમાં મોટાભાગના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ કેન્દ્રીય બજેટને આવકારી મધ્યમવર્ગ ખેડૂતલક્ષી બજેટ ગણાવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY