ભરૂચ:
ભરૂચ જીલ્લામાંથી પસાર થતી અમદાવાદ મુંબઈ બુલેટ રેલ પ્રોજેક્ટ માટે સમગ્ર રૂટ પર જમીનો સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરાય છે. તા ૬ જાન્યુઆરીએ સચિવાલયના મહેસુલ વિભાગ દ્વારા જમીન સંપાદન કરવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેમાં ભરૂચ જીલ્લાનો પણ સમાવેશ કરાયો છે. ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર તાલુકાના સૌથી વધુ પાંચ ગામોની કેટલીક જમીનો સંપાદન કરવામાં આવશે જ્યારે કે ભરૂચ તાલુકાના ૨ અને આમોદ તાલુકાનું ૧ મળી ગામોની જમીનોનું સંપાદન કરાશે.
અંકલેશ્વર તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ જમીન દીવા ગામની છે. દીવા ગામની વીવિધ સર્વે નંબરોની કુલ હેક્ટર ૫.૬૭.૭૭ ચોરસ મીટર જમીન સંપાદિન કરાશે ત્યારબાદ ઉટીયાદરા ગામની હેક્ટર ૫.૦૫.૧૯ ચોરસ મીટર જમીન, બોરીદ્રા ગામની હેક્ટર ૪.૨૬.૪૨ ચોરસ મીટર, આલુજ ગામની હેક્ટર ૩.૪૫.૩૭ ચોરસ મીટર અને આંબોલી ગામની હેક્ટર ૨.૨૨.૬ ચોરસ મીટર જમીનો સંપાદન કરવા માટે રાજ્યના અંદર સેક્રેટરી એચ.જે. રાઠોડ તથા ભરૂચના જમીન સંપાદન અધિકારી દ્વારા મંજૂરી દેવામાં આવી છે.
ભરૂચ તાલુકાના પાદરીયા અને કંથારીયા ગામના પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે જેમાં કંથારિયા ગામની વિવિધ સર્વે નંબરોની કુલ ૩૩ જમીનો જ્યારે કે પાદરીયા ગામની વિવિધ સર્વે નંબરો ધરાવતી ૨૭ જમીનોનો સમાવેશ થાય છે.જ્યારે કે આમોદ તાલુકાના દોરા ગામની હુલ હેક્ટર ૧૦.૨૭.૯૩ ચોરસ મીટર જમીન પણ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ માટે સંપાદિત કરાશે.જમીન સંપાદન માટેનું જાહેરનામું બહાર પાડી ગયા બાદ હવે સંપાદનની પ્રક્રિયા શરૂ થશે જે અત્યંત જટિલ પૂરવાર થઇ શકે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જે-તે જમીન માલિકોની સાથે કામ પાર પાડવા માટે અધિકારીઓ એ શું માર્ગ અપનાવે છે અને શું જમીનનો ભાવ આપે છે એના પર સૌની નજરે છે તમામને મનાવીને કામ પાર પાડવામાં સરકાર અને તંત્ર કેટલુ સફળ સાબિત થાય છે અને આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે અને થશે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"