અમદાવાદ,
તા.૫/૪/૨૦૧૮
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની ગુનાઇત બેદરકારીથી સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની સામે આવેલા સેન્ટ્રલ સ્ટોર્સમાંથી લાખો રૂપિયાના વોટર મીટર ચોરાઇ જતાં તંત્રને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે. વોટર મીટરની ચોરીના મામલે સેન્ટ્રલ સ્ટોર્સમાં ફરજ બજાવતા કોઇ જાણભેદુ પર શંકાની સોય તકાયેલી હોઇ પોલીસતંત્રે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે, જાકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે વોટર મીટર ચોરીનું પ્રકરણ શહેરભરમાં ગાજ્યું હોવા છતાં સત્તાધીશો અન્ય કીમતી સામાન ચોરાઇ ન જાય તે માટે સેન્ટ્રલ સ્ટોર્સની સલામતીને મજબૂત કરવાના મામલે હજુ ઉદાસીન છે.
શહેરના જાધપુર વોર્ડમાં તંત્ર દ્વારા ર૪ કલાક પાણી આપવાનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. છેક વર્ષ ર૦૧પમાં શાસકોએ ર૪ કલાક પાણી પ્રોજેક્ટનાં ઢોલ-નગારાં વગાડ્યાં હતાં, જાકે આમાં કોઇ નીતિરીતિ તૈયાર કરાઇ ન હોવા છતાંં એક વિદેશી કંપની પાસેથી મોંઘાદાટ ભાવના ૧૦,૦૦૦ વોટર મીટર ખરીદી પણ લીધાં હતાં.
આ સઘળા વોટર મીટર સેન્ટ્રલ સ્ટોર્સના ગોડાઉનમાં રખાયાં હતાં, પરંતુ બહુ વપરાશમાં ન આવતાં કોઇ અંદરના સ્ટાફની મદદથી ૪૬૧ર વોટર મીટર સગેવગે થયા બાદ તંત્રને આની જાણ થઇ હતી. આ અંગે ભારે હોબાળો થતાં ગત તા.ર૬ માર્ચ, ર૦૧૮એ સત્તાવાળાઓએ વિધિવત્ પોલીસ ફરિયાદ કરી હતી.
સેન્ટ્રલ સ્ટોર્સની સુરક્ષા માટેના સીસીટીવી કેમેરા પણ ફકત આઠ છે, જે આટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા સેન્ટ્રલ સ્ટોર્સ માટે દેખીતી રીતે ઓછા હોવા છતાં ઇ-ગવર્નન્સ વિભાગ તેની સંખ્યા વધારવા ગંભીર બન્યો નથી. આ સીસીટીવી કેમેરામાં રર દિવસનું વીડિયો ફૂટેજ સાચવી શકાતું હોઇ પોલીસ સત્તાવાળાઓ પણ વોટર મીટરના ચોરને શોધી કાઢવા ફાંફે ચઢ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"