વધુ કેન્સર નિષ્ણાંતોની જરૂર.

0
164

તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં મોના કેન્સરને રોકવા અને તેની સારવાર માટે વધુ સર્જનોની જરૂર છે. દેશમાં સર્જનોની ભારે અભાવ દેખાઇ રહ્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વધુ મેડિકલ સ્પેશિયાલિસ્ટ તબીબોની જરૂર છે. નિષ્ણાંતો અને તબીબોએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.

તબીબ શ્રીરોજ મુખરજીએ કહ્યું હતું કે એસોસિએશન ઓફ ઓરલ એન્ડ મેક્સીલોફેસિએલ સર્જન્સ ઓફ ઇન્ડયા (એઓએમએસઆઇ)માં આશરે ૩૦૦૦ સર્જન જાડાયેલા છે. આ સંખ્યા એંકદરે ખુબ ઓચી છે. ઓરલ કેન્સર અથવા તો મોના કેન્સરને ભારતમાં સામાન્ય કેન્સર ગણવામાં આવે છે. દર્દીઓમાં જાવા મળતા કેન્સરમાં મોના કેન્સરના દર્દીઓ સૌથી વધારે જાવા મળે છે. આ કેન્સરને રોકવા માટે અમને વધારે સર્જનની જરૂર છે. મુખરજીએ એમ પણ કહ્યું હતું કે મેટ્રો શહેરોમાં ખાનગી સેક્ટરમાં સંખ્યા પ્રમાણમાં સારી છે. પરંતુ મોટા શહેરો સિવાય આ પ્રકારના સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા ઓછી છે. ગ્રામીણ વિસ્તારોમાં મેક્સીલોફેસિયલ તબીબો જાવા મળતા નથી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના તબીબો ચહેરા પર ટિસ્યુ ઇન્જરી અને હાર્ડ ઇન્જરીની સારવાર આપે છે.

મોના તમામ પ્રકારના ટ્યુમર, ગળાના ટ્યુમર અને મોના અન્ય કેન્સરની સારવાર કરે છે. જન્મ વખતે રહી ગયેલી ખામીઓમાં પણ સારવાર આપે છે. જાણીતા ઓરલ સર્જન અમિત રોયે કહ્યું છે કે આગામી પાંચ અને આઠ વર્ષના ગાળામાં મોટી સંખ્યામાં આ પ્રકારના તબીબો તૈયાર કરવા પડશે. આના માટે મોટી સંખ્યામાં તબીબોને વિશેષ તાલીમ આપવી પડશે. અમને મોના કેન્સરની સારવાર કરતા તબીબો વધારવા પડશે. પોસ્ટ ગ્રેજુએટ ટ્રેની આની જરૂરીયાત પૂરી કરી શકે છે. આતરરાષ્ટ્રીય ધારાધોરણની દર્ષ્ટિએ મુખરજી માને છે કે ભારતમાં ખુબ સારી સારવાર થાય છે. ક્વાલિટી યુનિફોર્મ નથી જેથી આ દિશામાં આગળ વધવાની જરૂર છે. સારવાર આજે પણ ભારતમાં સૌથી વિકસિત દેશો જેવી જ થાય છે છતાં પગલાની જરૂર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY