ગાંધીધામના કિડાણા મધ્યે ગાયત્રીનગર સોસાયટીમાંથી‌ દારૂ ઝડપાયો.

0
177

ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગાયત્રીનગર સોસાયટી કિડાણા મધ્યે રહેતો કાનજી અમરાભાઇ ભરવાડ પોતાના કબ્જા રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે.

કાનજી અમરાભાઈ ભરવાડ (ઉ.વ.૪૨ રહે. કિડાણા ગાયત્રીનગર સોસાયટી તા.ગાંધીધામ મૂળ:પદમપર વાળાના રહેણાકના મકાનમાં વિદેશી દારૂની બોટલો નંગ-૨૨ જેની કિં.રૂ.૭૭૦૦નો પ્રોહી મુદામાલ કબ્જે કરીને મજકુર ઈસમને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.રાણા, પો.સબ.ઈન્સ. કે.એન.સોલંકી, એ.એસ.આઇ પુનમભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ રામદેવસિહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિહ ઝાલા,રવિરાજસિહ પરમાર અને રાજા હીરાગર વગેરે જોડાયા હતા.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY