નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં મહીલાઓ માટે કેન્સર રોગના નિદાન માટે ખાસ કેમ્પનું આયોજન

0
131

મહેસાણા,
૦૪ ફેબ્રુઆરીએ વિશ્વમાં કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં આ રોગ વિશે જાગૃતતા આવે તેમજ સચોટ નિદાન થાય તે હેતુથી સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરાય છે. મહેસાણામાં ૦૩ ફેબ્રુઆરીએ શનિવારના રોજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટીટ્યુટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને થતા કેન્સરના રોગોના નિદાન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૦૩ ફેબ્રુઆરીએ સવારે ૧૦ થી  ૦૩-૩૦ કલાક સુધી જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે આ કેમ્પ યોજાશે જેમાં મહિલાઓને કેન્સરનું નિદાન માલુમ પડશે તો તમામ પ્રકારની સારવાર અને ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં પેપટેસ્ટ,ગર્ભાશયના મુખના કેન્સર,મેમોગ્રાફી,સ્તન કેન્સર સહિતનું નિદાન અને સારવાર કરવામાં આવશે.આ ઉપરાંત ૦૩ ફેબ્રુઆરી શનિવારે સાંજે ૦૪-૦૦ કલાકે નર્સિંગ સ્કુલ,સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર છે.જેમની સાથે એ.પી.એમ.સીના ચેરમેન ખોડાભાઇ પટેલ,કારોબારી સમિતિના ચેરમેન કૌશિકભાઇ વ્યાસ ઉપસ્થિત રહેનાર છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ડો.શશાંક જે પંડ્યા ઇન્ચાર્જ ડાયરેકટર ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ,ડો.ઉપેન્દ્ર ગાંધી મદદનીશ નિયામક ગાંધીનગર,ડો.એચ.એન.પરમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે સોની  હાજર રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY